આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કેનેડાએ ભારતને આપ્યો મોટો ઝટકો, ઈમીગ્રેશન એન્ટ્રીના નિયમમાં કર્યો મોટો બદલાવ

ટોરેન્ટો, તા.26 ડિસેમ્બર, 2024: ભારત અને કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાની ટ્રુડો સરકાર દ્વારા કેનેડા જઈને કામ કરવા માંગતા ભારતીય પ્રોફેશનલ્સને મોટો ફટકો આપવામાં આવ્યો છે. કેનેડાની સરકારે તેની એક્સપ્રેસ ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. તેણે ઉમેદવારોની પાત્રતા નક્કી કરતી કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ હવે નોકરીની ઓફર મેળવવા માટે ઉમેદવારોને કોઈ વધારાના ગુણ આપવામાં આવશે નહીં. નવા નિયમો 2025થી લાગુ થશે.

કોને થશે અસર

એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ કેનેડામાં કાયમી વસવાટ કરવા માગે છે તેવા લોકોને કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમમાં ફેરફારથી મોટી અસર થશે. આ ઉપરાંત કેનેડામાં પહેલાથી કામચલાઉ ધોરણે કામ કરતાં લોકોને પણ આ નિયમો લાગુ પડશે. કેનેડાની સરકારે કહ્યું છે કે જ્યારે નવા નિયમો અમલમાં આવશે, ત્યારે તેઓ નોકરીની ઓફર મેળવનારા ઉમેદવારો તેમજ નવા ઉમેદવારો પર લાગુ થશે. જે લોકોએ પહેલાથી જ પીઆર માટે અરજી કરી છે તેવા ઉમેદવારો પર આ નિયમ લાગુ નહીં થાય.

કેનેડાની સરકારનો શું છે ઉદ્દેશ

કેનેડાની સરકારનું કહેવું છે કે આ ફેરફારો કામચલાઉ છે અને તેનો હેતુ લોકોને છેતરપિંડીથી કેનેડા આવતા અટકાવવાનો અને કપટપૂર્ણ ઇમિગ્રેશન પ્રથાઓ પર અંકુશ મૂકવાનો છે. ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે કહ્યું, છેતરપિંડીભર્યા ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરીને, અમે અમારા દેશના અર્થતંત્રને વિકસાવવામાં મદદ કરવા માટે કુશળ કાર્યબળને કેનેડા આવવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ઇમિગ્રેશન હંમેશાં કેનેડાની સફળતાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને અમે કેનેડામાં વધુ પ્રતિભાશાળી પ્રોફેશનલ્સને જોવાનું પસંદ કરીશું.

એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ શું છે?

એક્સપ્રેસ એન્ટ્રી એ કેનેડાની અગ્રણી ઓનલાઇન સિસ્ટમ છે જેનો ઉપયોગ ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ માટે કુશળ કામદારોની ઇમિગ્રેશન અરજીઓનું સંચાલન કરવા માટે થાય છે. આ સિસ્ટમ હેઠળ, પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર તેમની પ્રોફાઇલ બનાવી શકે છે અને અરજી દાખલ કરી શકે છે. પછી રાઉન્ડમાં સૌથી વધુ સ્કોર ધરાવતા ઉમેદવારોને કેનેડિયન સરકાર દ્વારા આમંત્રિત કરવામાં આવે છે. અરજી પ્રાપ્ત કર્યા પછી, ઉમેદવારોને પીઆર માટે અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અરજી બાદ સરકાર દ્વારા તેની સમીક્ષા કરવામાં આવે છે અને પછી નિર્ણય લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ સેમ કોંસ્ટાસે રચ્ચો ઇતિહાસ, બુમરાહ સામે આ કારનામું કરનારો બન્યો પ્રથમ ક્રિકેટર

 

Back to top button