ગુજરાત: નળસરોવરમાં પક્ષીઓને નિહાળવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો


- 15 ગામના ગરીબ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો
- રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારમાં મુશ્કેલી
- પક્ષીઓ નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે
શિયાળાની કડકડતી ઠંડીમાં દેશવિદેશથી આવતા વિવિધ જાતિના પક્ષીઓને નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. ત્યારે નળસરોવરમાં બોટિંગ બંધ થતા 15 ગામના લોકો બેરોજગાર થયા છે.
ફ્લેમિંગો, પેલિકન, વાઇટ સ્ટોર્ક જેવા જુદા જુદા પ્રકારના પક્ષીઓ આવે છે
છિછરા પાણીમાં બોટમાં બેસીને ફ્લેમિંગો, પેલિકન, વાઇટ સ્ટોર્ક, સાઇબેરિયન ક્રેન જેવા જુદા જુદા પ્રકારના પક્ષીઓ નિહાળવાની મજા જ કઇંક જુદી જ છે. ગુજરાતના સૌથી મોટા વેટલેન્ડ નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવાયુ છે પરિણામે 15 ગામના ગરીબ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.
પક્ષીઓ નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે
શિયાળામાં પક્ષીઓ નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. 120થી વઘુ કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલા નળ સરોવરમાં ગત વર્ષે 140થી વધુ પ્રજાતિના 3.20 લાખ વિદેશી પક્ષીઓ આવ્યા હતા. ગત વર્ષે જ 61 હજાર પ્રવાસીઓએ નળસરોવરની મુલાકાત લઇને પક્ષીઓને નિહાળ્યા હતાં. એશિયન ઓપનબિલ, પેલિકન સહિત વિવિધ જાતિના વિદેશી પક્ષીઓ વેટલેન્ડને પોતાનુ ઘર બનાવે છે.
રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારમાં મુશ્કેલી
હરણીકાંડના નામે નળ સરોવરમાં પણ બોટિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે વિરમગામ, લિંબડી અને બાવળા તાલુકાના 15થી વધુ ગામોના ગરીબ લોકોનું ગુજરાન જ બોટિંગ પર થાય છે ત્યારે બોટિંગ બંધ કરી દેવાતા આ પરિવારોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વેટલેન્ડમાં પક્ષી નિહાળવા આવતાં પ્રવાસીઓને બાજરાના રોટલા, રીગણનું ભરથુ જેવી ગુજરાતી વાનગીઓ પિરસીને રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારમાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છ દિવસ ઠંડી અને માવઠાની આગાહી, જાણો કયા પડશે કમોસમી વરસાદ