12 વર્ષ બાદ ગુરૂનું મિથુન અને કર્ક રાશિમાં ગોચર, ત્રણ રાશિની કિસ્મત ચમકશે
- વર્ષ 2025માં દેવગુરૂ ગુરૂ મિથુન અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂનું આ ગોચર લગભગ 12 વર્ષ બાદ થવાનું છે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષ 2025માં દેવગુરૂ ગુરૂ મિથુન અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂનું આ ગોચર લગભગ 12 વર્ષ બાદ થવાનું છે. હાલમાં ગુરૂ વૃષભ રાશિમાં સ્થિત છે, પરંતુ વર્ષ 2025માં, ગુરૂ ત્રણ ગણી વધુ ઝડપે રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરૂ 14 મેના રોજ મિથુન રાશિમાં અને 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં નવા વર્ષમાં પહેલું ગોચર કરશે. ગુરૂ ગ્રહ અતિચારી હોવાને કારણે તમામ 12 રાશિઓ અલગ-અલગ રીતે પ્રભાવિત થશે, પરંતુ ત્રણ પસંદ કરેલી એવી રાશિઓ છે જેને ગુરૂના ગોચરથી સારો લાભ મળશે.
મેષ (અ,લ,ઈ)
નવા વર્ષમાં ગુરૂનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. ગુરૂ ગ્રહ અત્યાચારી હોવાને કારણે મેષ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગશે. આ સિવાય વેપારમાં સારો ફાયદો થવાની સંભાવના રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
વર્ષ 2025માં ગુરૂ ધનુ રાશિના લોકોનું નસીબ સુધારશે. આ લોકોને ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. નોકરીમાં પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટની તકો પણ મળશે. તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓ તરફથી સન્માન પ્રાપ્ત થશે. કર્ક રાશિમાં ગુરૂના ગોચરને કારણે કેટલાક દુઃખદ સમાચાર મળી શકે છે.
કુંભ (બ,વ,ઉ)
કુંભ રાશિના લોકો માટે 2025માં ગુરુનું ગોચર સકારાત્મક રહેશે. આ લોકોને સંતાન સુખ પ્રાપ્ત થશે. તેમજ ધંધામાં ધાર્યા કરતા સારા નફાની અપેક્ષા છે. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકોને પણ સફળતા મળવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ દર 12 વર્ષે યોજાય છે મહાકુંભ, જાણો કુંભ મેળાના પ્રકાર