આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં ક્રિસમસ ઉજવતાં NASA ફસાયું, મોટા ષડયંત્રનો આરોપ લાગતાં આપ્યો જવાબ

વોશિંગ્ટન, 25 ડિસેમ્બર, NASA અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર તેના સાથી ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી રહી છે. જેનો નાસાએ એક વીડિયો પણ શેર કર્યો છે. સુનીતા અને બૂચનો ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો સામે આવતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સે પ્રીતિક્રિયા આપતા કહ્યું છે કે શું સુનિતા વિલિયમ્સ તેમની સાથે ક્રિસમસ હેટ લઈને અવકાશમાં ગયા. આ બધું જોતાં એવું લાગે છે કે તેમને લાંબા સમય સુધી અવકાશમાં રોકવા માટે પૂર્વ આયોજિત કાવતરું હતું.

એક તરફ સુનિતા અને તેના સાથીદારો ISSના કોલંબસ લેબોરેટરી મોડ્યુલની અંદર સાન્ટા ટોપી પહેરીને લોકોને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. તો બીજી તરફ આ બાબતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. યુઝર્સે આના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી. એક યુઝર્સે કહ્યું કે, ‘શું આ એજ લોકો છે કે જૂનમાં આઠ દિવસ માટે ગયા હતા!’ કેટલાક યુઝર્સે તેને ‘મોટું ષડયંત્ર’ ગણાવ્યું અને દાવો કર્યો કે આ તમામ ફોટો અને વીડિયો એક સ્ટુડિયોમાં ફિલ્માવવામાં આવ્યા છે.

અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર લાંબા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે અને તેમના બચાવ મિશનમાં સતત વિલંબ થઈ રહ્યો છે. હવે ક્રિસમસ પર સુનીતા વિલિયમ્સની નવી તસવીરોએ કાવતરાના સિદ્ધાંતોને જન્મ આપ્યો છે. જ્યારે નાસાએ સુનીતા વિલિયમ્સ અને તેના સાથીદારોની સાન્ટા ટોપી પહેરેલી અવકાશમાં તસવીરો અપલોડ કરી, ત્યારે વપરાશકર્તાઓએ પૂછવાનું શરૂ કર્યું કે શું સુનિતા વિલિયમ્સ તેની સાથે ક્રિસમસ હેટ અને અન્ય ઉજવણીની વસ્તુઓ લઈ ગઈ છે. મતલબ કે તેને માત્ર લાંબા મિશન પર મોકલવામાં આવી હતી અને આ હકીકત છુપાવવામાં આવી હતી. હવે નાસાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.

જાણો શું કહ્યું નાસાએ?
નાસાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘ISS પર તાજેતરમાં મોકલેલા સામાનના આ ક્રિસમસ ડેકોરેશન, સ્પેશિયલ ગીફ્ટ અને તહેવારને ધ્યાનમાં રાખીને ભોજન મોકલવામાં આવ્યું હતું. આ ડિલિવરી નવેમ્બરના અંતમાં SpaceX દ્વારા કરવામાં આવી હતી. ISS પર સવાર સાત અવકાશયાત્રીઓ અને કોસ્મોનોટ્સને મોકલવામાં આવેલા પેકેજોમાં હેમ, ટર્કી, શાકભાજી, પાઈ અને કૂકીઝ જેવા સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાંતા હેટ અને નાનું ક્રિસમસ ટ્રી પણ મોકલવામાં આવ્યું હતું. નાસા આ ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો ઓનલાઈન શેર કર્યો છે.

આ પણ વાંચો..સોનાની ચમકમાં રેકોર્ડ ઘટાડો યથાવત: અહીં ચેક કરી લેજો આજના લેટેસ્ટ રેટ

Back to top button