મૃત્યુના સોદાગર! કડકડતી ઠંડીમાં પેટ્રોલ પંપ પર લોકોએ કર્યું તાપણું, જૂઓ વીડિયો


HD ન્યૂઝ ડેસ્ક, 25 ડિસેમ્બર: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારે શું વાયરલ થશે અને વીડિયોમાં શું જોવા મળશે તે કહી શકાય નહીં. દરરોજ કંઈક અલગ અને અનોખું વાયરલ થતું જોવા મળે છે. ક્યારેક એવા વીડિયો વાયરલ થઈ જાય છે, જેને જોયા પછી વ્યક્તિ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. જે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ હોય, તેમણે અત્યાર સુધીમાં આવા ઘણા વીડિયો જોયા હશે. હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. જ્યારે લોકોએ આ વીડિયો જોયો, ત્યારે તેઓએ પોતાની રીતે કમેંટ કરી પ્રતિક્રિયા આપી હતી.
જૂઓ આ વાયરલ વીડિયો
Pura Highway samaj Dara hua hai 💀📈 pic.twitter.com/y38sB1lWGw
— Ankit (@terakyalenadena) December 23, 2024
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
પેટ્રોલ પંપ પર જઈએ ત્યારે બધાએ જોયું હશે કે, ત્યાં ફોન વાપરવા અને માચીસ, લાઈટર વગેરે વાપરવા પર પ્રતિબંધ છે. પરંતુ આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પેટ્રોલ પંપ પર બેઠા છે અને ત્યાં તાપણું કરી રહ્યા છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, નજીકમાં એક ટેન્કર પણ ઉભું છે પરંતુ તેમ છતાં તેઓ તાપણું કરતાં જોવા મળે છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી પરંતુ હાલમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર હાઇવે સમુદાય ડરના માહોલમાં જીવી રહ્યો છે
આ વીડિયો X પ્લેટફોર્મ પર @terakyalenadena નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સમગ્ર હાઇવે સમુદાય ડરના માહોલમાં જીવી રહ્યો છે.‘ અત્યાર સુધી ઘણા લોકોએ આ વીડિયો જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, “મૃત્યુને હાથમાં લઈને બેઠા છે.” અન્ય યુઝરે લખ્યું કે, “કેવી રીતે કરી લે છે લોકો?” ત્રીજા યુઝરે લખ્યું કે, “પોતાની મૃત્યુની પોતે વ્યવસ્થા કરી રહ્યા છે.” ચોથા યુઝરે લખ્યું કે, “ખૂબ જ ખતરનાક લોકો છે, ભાઈસાહેબ.” ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે, શક્ય છે કે પેટ્રોલ સમાપ્ત થઈ ગયું હોય અને ટેન્કર પણ ખાલી હોય.
આ પણ જૂઓ: ટ્રકે દૂર સુધી બે યુવકોને ઢસડ્યા! મદદ માટે બૂમો પાડતો રહ્યો વ્યક્તિ, જૂઓ દંગ કરનારો આ વીડિયો