નકલી આયુષ્માન કાર્ડ બનાવ્યું તો આવી બન્યું સમજો, થશે આ સજા
નવી દિલ્હી, તા.25 ડિસેમ્બર, 2024: ભારત સરકારે લોકોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારની આ યોજનાઓ વિવિધ વર્ગોમાંથી આવતા લોકો માટે છે. દેશના લાખો લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. પરંતુ અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં ખોટા ઑપરેશન બાદ બે દર્દીના મોત થતાં સમગ્ર કેસમાં સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન નકલી આયુષ્માન કાર્ડ પણ બનાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણા ડૉક્ટરોએ પૈસા કમાવાની લ્હાયમાં આયુષ્માન કાર્ડ ધારકોના ખોટા ઑપરેશન કરી નાંખ્યા હોવાનું સામે આવ્યા બાદ બે દિવસ પહેલા જ સરકારે આયુષ્માન કાર્ડ અંતર્ગત કરવામાં આવતાં ઑપરેશનને લઈ નવી એસઓપી જાહેર કરી હતી.
તંદુરસ્ત રહેવું એ દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેથી, ખરાબ સ્વાસ્થ્યની સ્થિતિમાં ખર્ચ ન થાય તે માટે લોકો અગાઉથી તૈયારી કરે છે. આજકાલ લોકો રોગોના બોજ અને અન્ય તબીબી ખર્ચથી બચવા માટે આરોગ્ય વીમો લે છે. પરંતુ દરેક વ્યક્તિ પાસે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પૂરતા પૈસા હોતા નથી. સરકાર આ લોકો માટે આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને મફત સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવે છે. યોજનામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવી રહી છે.
આયુષ્માન કાર્ડનો લાભ લેવા સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. જે લોકો તેમાં આવે છે તેમને જ સરકાર તરફથી આ મફત સારવાર મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે ઘણા લોકો નકલી રીતે આયુષ્માન કાર્ડ બનાવીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
કેટલાક લોકો આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે લાયક ન હોવા છતાં તેમની પાસેથી પૈસા લઈને નકલી રીતે તેમનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જો તમે પણ પૈસા આપીને નકલી આયુષ્માન કાર્ડ બનાવીને સારવાર લીધી હોય અને સરકારના ધ્યાનમાં આવે તો આવી સ્થિતિમાં સરકાર આ રકમ વસૂલ કરી શકે છે. તેમજ અલગથી દંડ પણ ફટકારી શકે છે.
આ પણ વાંચોઃ દર 12 વર્ષે યોજાય છે મહાકુંભ, જાણો કુંભ મેળાના પ્રકાર