ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ થઈ ગયું જાહેર, ભારત-પાક મેચની તારીખ નક્કી
- આ ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને ફાઈનલ મેચ 9મી માર્ચ 2025ના રોજ રમાશે
HD ન્યૂઝ ડેસ્ક, 25 ડિસેમ્બર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. હકીકતમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે તેનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, આ ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને ફાઈનલ મેચ 9મી માર્ચ 2025ના રોજ રમાશે.
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલની યજમાની કરશે કે નહીં?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મેચનું આયોજન 23 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે. આ મેચ તટસ્થ સ્થળે યોજાશે. સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડમાં થવા જઈ રહ્યું છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમ તેની તમામ મેચો દુબઈમાં રમશે. જો ભારત બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થશે તો તે દુબઈમાં તેની સેમીફાઈનલ અને ફાઈનલ પણ રમશે. જેનો અર્થ એ પણ છે કે એ નિશ્ચિત નથી કે પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલની યજમાની કરશે કે નહીં.
ભારતનું કેમ્પેઇન 20મી ફેબ્રુઆરીથી શરૂ થશે
MS ધોનીના નેતૃત્વમાં 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના કેમ્પેઇનની શરૂઆત કરશે. તેઓ 2 માર્ચે તેમની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બે સેમી ફાઈનલ 4 અને 5 માર્ચે રમાશે જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન
પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. તેઓએ 2017માં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતને એકતરફી ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ICCએ 2017 પછી ટુર્નામેન્ટને રદ્દ કરી દીધી હતી, પરંતુ તેને 2025 સીઝન માટે પરત લાવવામાં આવી હતી.
રોહિત શર્મા ભારતની કેપ્ટનશીપ કરશે
રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું નેતૃત્વ કરશે. રોહિતની કપ્તાની હેઠળ ભારતે તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યાના દિવસો પછી, BCCI એ પુષ્ટિ કરી કે તે આગામી ICC ઇવેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.
આ પણ જૂઓ: ઑસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટ માટે ટીમ જાહેર કરી, આ ખેલાડી થયો બહાર