ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટ માટે ટીમ જાહેર કરી, આ ખેલાડી થયો બહાર

Text To Speech

મેલબોર્ન, તા.25 ડિસેમ્બર, 2024: ક્રિકેટ ચાહકોની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 ની ચોથી મેચમાં માત્ર થોડા કલાકો જ બાકી છે. ઑસ્ટ્રેલિયાએ તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. મેલબોર્ન ટેસ્ટમાં નાથન મેકસ્વિનીને  ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, તેના સ્થાને 19 વર્ષીય યુવા ઓપનર સેમ કોન્સ્ટાસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ટ્રેવિસ હેડની ઈજા પણ સામે આવી છે. તે ચોથી ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે. જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલાન્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયન ટીમઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, એશ્ટન એગર, હિલ્ટન કાર્ટરાઇટ, પેટ કમિન્સ, પીટર હેન્ડસ્કૉમ્બ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, જેમ્સ પેટિનસન, મેટ રેનશો, મેથ્યુ વેડ (વિકેટકીપર)

નાથન મેકસ્વિનીને ચોથી ટેસ્ટમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો?

નાથન મેકસ્વિનીને ચોથી ટેસ્ટ માટે કાંગારુઓની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર યુવાન ઓપનરને આખરે આટલો વહેલો કેમ પડતો મૂકવામાં આવ્યો તેને લઈ લોકો આશ્ચર્ય થઈ રહ્યું છે. 25 વર્ષીય બેટ્સમેનનું ભારત સામે ડેબ્યૂ પર પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે ટીમ માટે કુલ ત્રણ મેચ રમી હતી. છ ઇનિંગ્સમાં તે 14.40 ની એવરેજથી માત્ર 72 રન જ બનાવી શક્યો હતો. જેના કારણે તેને બાકીની મેચો માટે બહાર કરી દેવામાં આવ્યો છે.


મેલબોર્નમાં કેવો છે ભારતનો દેખાવ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત 1948 થી 2000 સુધી અત્યાર સુધીમાં 14 મેચ રમ્યું છે, જેમાં ભારતે 4 મેચ જીતી છે અને 8 હારી છે. ભારતે પ્રથમ વખત 1977માં આ મેદાન પર જીત મેળવી હતી. ભારતને 1981માં આ મેદાન પર તેની બીજી જીત મળી હતી. આ પછી ભારતે ત્રીજી જીત માટે 37 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2018માં ભારતને આ મેદાન પર ત્રીજી જીત મળી હતી. તે જ સમયે, ભારતને 2020 માં એક મોટી જીત મળી હતી.

આ પણ વાંચોઃ IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં પિચને લઈ ઑસ્ટ્રેલિયાએ શરૂ કરી માઈન્ડ ગેમ

Back to top button