દર 12 વર્ષે યોજાય છે મહાકુંભ, જાણો કુંભ મેળાના પ્રકાર
પ્રયાગરાજ, તા.25 ડિસેમ્બર, 2024: સમગ્ર દેશમાં મહાકુંભની ચર્ચાઓ અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, 12 વર્ષ પછી ફરી એકવાર સદીની સૌથી મોટી ઘટના બનવા જઈ રહી છે. વર્ષ 2024ની શરૂઆત અયોધ્યામાં રામ મંદિરથી થઈ હતી, વર્ષ 2025ની શરૂઆત મહાકુંભથી થશે. મહાશિવરાત્રિ સુધી ચાલનારા આ ભક્તિ કાર્યક્રમમાં ઘણા લોકો ભાગ લે છે, જ્યારે કુંભના ઘણા પ્રકારો પણ છે.
જાણો કુંભના પ્રકારો વિશે
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભમાં ઘણા પ્રકાર છે, તેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે.
કુંભ
આ ધાર્મિક કાર્યક્રમ કુંભ દર 12 વર્ષે યોજાય છે, જે આ વર્ષે પ્રયાગરાજમાં છે, પરંતુ તે હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકના એક સ્થળે પણ યોજાય છે. મોટી સંખ્યામાં ભક્તો અને સંતો આ કાર્યક્રમમાં ભાગ લે છે, પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને પાપોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે.
અર્ધ કુંભ
અર્ધ કુંભ માત્ર પ્રયાગરાજ અને હરિદ્વારમાં જ થાય છે.અર્ધ કુંભમાં સ્નાનનું મુખ્ય મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે પવિત્ર નદીમાં સ્નાન કરનાર દરેક ભક્ત તેના પાપોથી મુક્ત થાય છે.
સંપૂર્ણ કુંભ
સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે, આ સંગમ ખાસ કરીને પ્રયાગરાજમાં થાય છે. એવું કહેવામાં આવે છે કે પૂર્ણ કુંભની ઘટના ગ્રહોના શુભ સંયોગ પર નક્કી થાય છે, જેના કારણે હિંદુ ધર્મના લાખો અનુયાયીઓ અહીં ભેગા થાય છે અને પવિત્ર નદીમાં સ્નાન કરે છે.
મહાકુંભ
સૌથી વધુ ધાર્મિક પ્રસંગ મહાકુંભની વાત કરીએ તો 144 વર્ષ પછી મહાકુંભની તારીખ નક્કી કરવામાં આવી છે જ્યાં આ વર્ષે મહાકુંભ સંક્રાંતિ એટલેકે 13 જાન્યુઆરી, 2025 શરૂ થઈ રહ્યો છે. અને 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે.
કુંભની તારીખ કેવી રીતે નક્કી થાય છે
કુંભ મેળાની ઘણી ચર્ચા થાય છે. તેનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે તે નક્કી કરવા માટે, જ્યોતિષીઓ અને અખાડાના વડાઓની બેઠક મળે છે. જેમાં ગુરુ અને સૂર્યની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. ગુરુ અને સૂર્ય હિંદુ જ્યોતિષવિદ્યામાં બે મુખ્ય ગ્રહો છે. આ ગણતરીઓના આધારે કુંભ મેળાનું સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ મહાકુંભમાંથી ઘરે લઈ આવો આ વસ્તુઓ, ધન-ધાન્યમાં થતો રહેશે વધારો