અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, 5000 કરોડનો લેવામાં આવ્યો છે વીમો

અમદાવાદ, તા.25 ડિસેમ્બર, 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલ 2024 તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે.

5045 કરોડનો લેવામાં આવ્યો છે વીમો
કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ-2024 દરમ્યાન સાતેય દિવસ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ-2024ના 7 દિવસના કાર્યક્રમ માટે 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.7 દિવસના કાર્યક્રમમાં 5045 કરોડની રકમનો વીમો લેવાયો છે, જેમાં ચાર સ્ટેજ તેમજ અન્ય સ્ટ્રક્ચર માટે 10 કરોડ, ભૂકંપ માટે 10 કરોડ આતંકવાદ માટે 10 કરોડ અને જાહેર જવાબદારીની સુરક્ષા માટે 5 કરોડ, ફાયર માટે 10 કરોડ અને કાર્નિવલના સલાણીઓ માટે 1 લાખથી 5 લાખ પ્રતિ વ્યક્તિ ગણતરી કરી 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

મેયરે શું કહ્યું

અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું કે, આ પ્રસંગે 868 કરોડના કામોનું પણ તેમના દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિકસિત ભારતની થીમ પર હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. સાઉન્ડ શો, લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરો, બોલિવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, ટિપ્પણી ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.

સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે. જેમાં 2 ડીસીપી, 6 એસીપી, સહિત 1300 થી વધુ પોલીસ અધિકારી તથા જવાનો તૈનાત કરવામાં આવશે. સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં વિવિધ સ્થળોએ મેડિકલ સુવિધા માટે ડોક્ટરોની ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. તો વિખૂટા પડી ગયેલાં બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક તૈયાર કરાયું છે. બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જડબેસલાક પોલીસ-બંદોબસ્ત અને ફાયરબ્રિગેડની ટીમ પણ તૈનાત કરાશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન

કાર્નિવલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવશે, તેમજ કાર્નિવલમાં 7.5 કરોડ ખર્ચ થવાની શક્યતા બતાવવામાં આવી છે. આ દરમિયાન 22 લાખ કરતા વધારે લોકોમુલાકાત લઇ શકે છે. એક લાખ નાગરિકો માટે પ્રતિ વ્યક્તિ 5 લાખનો વીમો ઉતાર્યો છે. 1000 બાળકો ચોકલેટ ખાઈને ગિનીસ બુકમાં નામ નોંધાવશે.

3 સ્ટેજ બનાવાયા

કાંકરિયા કાર્નિવલને લઈ મનપા દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા કરાયા છે. જેમાં સ્ટેજ નં-1 પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યું છે. ત્રણેય સ્ટેજ પર કાંકરિયા કાર્નિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે. કાંકરિયાના વ્યાયામ વિદ્યાલયના ગેટ નં-3 પાસે લેસર શો અને પુષ્પકુંજ ગેટ નં-1 પાસે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ગેટ નં-7 નગીના વાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ ત્રણેય સ્ટેજ પર સવારે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે.

આ પણ વાંચોઃ પંજાબમાંથી પકડાયો ‘ગે’ સીરિયલ કિલર, સંબંધ બાંધી પૈસા ન આપતાં પુરુષો સાથે કરતો હતો આવું કામ

Back to top button