ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે બે લોકોની ધરપકડ

Text To Speech
  • આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
  • પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા હતા
  • મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી

અમદાવાદમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી

બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હવે આ મામલે પોલીસે બે ઓરોપીઓની ધરપકડ કરી છે. બે સમાજ વચ્ચે ચાલતી તકરારની અદાવતમાં ડો. આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે.

પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા

ઉલ્લેખનીય છે કે, પ્રતિમા ખંડિત કરવા માટે એક્ટિવા પર ચાર લોકો આવ્યા હતા. હાલ, અન્ય આરોપીઓ અને આરોપીઓને આશ્રય આપનાર જયેશ ઠાકોરની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડીનો ચમકારો, રાજ્યમાં જાણો કેમ લઘુતમ તાપમાનમાં વધારો થયો 

Back to top button