ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ઠંડીનો ચમકારો, રાજ્યમાં જાણો કેમ લઘુતમ તાપમાનમાં વધારો થયો

Text To Speech
  • નલિયામાં 7.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડતા ઠંડીનું જોર વધશે
  • 13 જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન રહેશે

ગુજરાતમાં સતત લઘુતમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. જેમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન-વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે.

13 જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન સાથે હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 27-28 ડિસેમ્બરના ગુજરાતના 13 જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 27-28 ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત લધુતમ તાપમાનમાં બે દિવસ વધારે કોઈ ફેરફાર નહીં થાય, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થશે.

નલિયામાં 7.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું

નલિયામાં 7.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.8 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન વધીને 20 ડિગ્રી સુધી થવાની સંભાવના છે. અમદાવાદમાં 28 ડિસેમ્બર બાદ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીના જોરમાં ફરી વધારો થશે.

Back to top button