દિલ્હી વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસના 26 ઉમેદવારની બીજી યાદી જાહેર
નવી દિલ્હી, 24 ડિસેમ્બર : દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે મોડી સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં 35 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, 26 બેઠકો પર ઉમેદવારોના નામ જ મંજૂર થયા હતા. બાકીની 9 બેઠકો હાલમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. દિલ્હી ચૂંટણીને લઈને કોંગ્રેસ સીઈસીની આ બીજી બેઠક હતી.
કોંગ્રેસે જંગપુરા ફરહાદ સૂરીને ટિકિટ આપી છે. આ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક છે. આ સિવાય રાજેશ લિલોથિયા સીમાપુરીથી, મુકેશ શર્મા ઉત્તમ નગરથી અને દેવેન્દ્ર સેહરાવત ભીજવાસનથી ચૂંટણી લડશે.
જૂઓ કોને કઈ બેઠક પરથી ટિકિટ મળી?
પ્રથમ યાદીમાં 21 ઉમેદવારોના નામ હતા
આ પહેલા કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે નરેલાથી અરુણા કુમારી, બુરારીથી મંગેશ ત્યાગી, આદર્શ નગરથી શિવાંક સિંઘલ, બદલીથી દેવેન્દ્ર યાદવ, સુલતાનપુર મજરાથી જય કિશન, નાગલોઈ જાટથી રોહિત ચૌધરીને, સલીમગઢથી પ્રવીણ જૈનને ટિકિટ આપી છે.
જ્યારે વજીરપુરથી રાગિણી નાયક, સદર બજારથી અનિલ ભારદ્વાજ, ચાંદની ચોકથી મુદિત અગ્રવાલ, બલ્લીમારનથી હારૂન યુસુફને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત તિલક નગરથી પીએસ બાવા, દ્વારકાથી આદર્શ શાસ્ત્રી, નવી દિલ્હીથી સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.
કસ્તુરબા નગરથી અભિષેક દત્ત, છતરપુરથી રાજેન્દ્ર તંવર, આંબેડકર નગરથી જય પ્રકાશ, ગ્રેટર કૈલાશથી ગરવિત સિંઘવી, પટપરગંજથી અનિલ કુમાર, સીલમપુરથી અબ્દુલ રહેમાન અને મુસ્તફાબાદથી અલી મેહદીને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો :- મણિપુર સહિત 5 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, જૂઓ યાદી