મણિપુર સહિત 5 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, જૂઓ યાદી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર : દેશના અનેક રાજ્યોના રાજ્યપાલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિહાર, ઓડિશા, મિઝોરમ, કેરળ, મણિપુરના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના રાજ્યપાલ પદેથી રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની પણ નિમણૂક કરી છે.
મહત્વનું છે કે રાષ્ટ્રપતિએ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને હવે બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- (i) મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- (ii) જનરલ (ડૉ) વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત) ની મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
- (iii) બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- (iv) કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- (v) અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ નિયુક્ત
અજય ભલ્લા દેશના પૂર્વ ગૃહ સચિવ છે.
રાષ્ટ્રપતિ વતી હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરના રાજ્યપાલ પદની જવાબદારી અજય કુમાર ભલ્લાને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અજય કુમાર ભલ્લા ભારતના પૂર્વ ગૃહ સચિવ છે. આવી સ્થિતિમાં તેમનું મણિપુરના રાજ્યપાલ બનવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક વર્ષથી વધુ સમયથી હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરમાં શાંતિના પ્રયાસોમાં અજય કુમાર ભલ્લા મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
જનરલ વીકે સિંહને મિઝોરમનો હવાલો સોંપાયો
ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જનરલ વીકે સિંહ આ પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જોકે, વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો :- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની આવી હાલત છે એ કેટલા જાણે છે? આ અહેવાલ વાંચ્યા પછી પણ જો…