સતત બે વર્ષથી બિરયાની રહી નંબર વન ઉપર: જાણો ૨૦૨૪માં ઑનલાઇન ઓર્ડરના ચટાકેદાર આંકડા
HD ન્યૂઝ ડેસ્ક, 25 ડિસેમ્બર: જ્યારે પણ ખાવાની વાત આવે છે, તેમાં કોઈ શંકા નથી કે ભારતીયો ખાવાના ખૂબ જ શોખીન છે. ઘરે બનાવેલી વાનગીઓ હોય કે બહારથી મંગાવવાની, તમે ખાવામાં ક્યારેય અચકાતા નથી. સ્વિગીએ વર્ષ 2024ના અંત પહેલા તેનો ફૂડ રિપોર્ટ શેર કર્યો છે, જેમાં તેણે ભારતીયોની ફેવરિટ ડિશ વિશે જણાવ્યું હતું કે, જે આ વર્ષે સૌથી વધુ ઓર્ડર કરવામાં આવી હતી. વર્ષ 2024માં બિરયાની ભારતીયોની પહેલી પસંદ હતી. આ વર્ષે 1 જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે 8.3 કરોડ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એટલે કે લોકોએ દર મિનિટે 158 બિરયાની અને દર સેકન્ડે બે બિરયાનીનો ઓર્ડર આપ્યો છે. આ પછી ડોસા 2.3 કરોડ ઓર્ડર સાથે બીજા સ્થાને છે.
આજના સમયમાં તમે તમારું મનપસંદ ભોજન ઘરે બેસીને ખાઈ શકો છો. આને ધ્યાનમાં રાખીને, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ વર્ષ 2024 ના અંત પહેલા પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટ અનુસાર, બિરયાનીએ ફરીથી દેશની સૌથી લોકપ્રિય વાનગી તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. સ્વિગીના ‘ફૂડ ટ્રેન્ડ રિપોર્ટ’ અનુસાર, બિરયાની સતત નવમા વર્ષે સૌથી વધુ ઓર્ડર આપવામાં આવતી ખાદ્ય આઇટમ રહી. જેમાં ચિકન બિરયાની 4.9 ઓર્ડર સાથે સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. હૈદરાબાદના લોકોએ સૌથી વધુ 97 લાખ ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો.
વર્ષ 2024માં સ્વિગી પર કુલ 83 મિલિયન બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ય સ્વિગીએ અન્ય સૌથી મનપસંદ વાનગીઓ વિશે પણ જણાવ્યું હતું. તેમના અહેવાલ મુજબ, બિરયાનીમાં ચિકન બિરયાની દરેકની પ્રથમ પસંદગી બની હતી. આ સ્વિગી ઓર્ડરના મોટા ભાગ માટે ભારતના દક્ષિણી રાજ્યોના લોકો જવાબદાર છે. હૈદરાબાદ 2024 માં 9.7 મિલિયન બિરયાની ઓર્ડર સાથે “બિરયાની લીડરબોર્ડ” માં ટોચ પર હતું. આ પછી બેંગલુરુ (7.7 મિલિયન ઓર્ડર) અને ચેન્નાઈ (4.6 મિલિયન ઓર્ડર) હતા. ખાસ કરીને રમઝાન મહિનામાં બિરયાનીનો મોટાપાયે ઓર્ડર આપવામાં આવતો હતો.
સ્વિગીના અહેવાલ મુજબ, રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે બિરયાની બીજી સૌથી લોકપ્રિય પસંદગી હતી. ચિકન બર્ગરે નંબર વન પર પોતાનું સ્થાન બનાવ્યું હતું. વર્ષની શરૂઆતમાં, સ્વિગીએ એ પણ ખુલાસો કર્યો હતો કે, ભારતમાં રમઝાન 2024 દરમિયાન પ્લેટફોર્મ દ્વારા લગભગ 6 મિલિયન પ્લેટ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં સૌથી વધુ ઓર્ડર આપવામાં આવ્યા હતા, જે દરમિયાન સ્વિગી પર બિરયાનીની 10 લાખ પ્લેટો ઓર્ડર કરવામાં આવી હતી.
આ પણ વાંચો…Ola એ પણ શરૂ કરી હોમ ડિલિવરી સર્વિસ, Swiggy અને Zepto સાથે કરશે સ્પર્ધા