ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હાડકામાં નવો જોશ ભરી દેશે 6 કેલ્શિયમ રિચ ફૂડ, વધતી ઉંમર પણ બેઅસર

  • કેલ્શિયમ રિચ ફૂડ હાડકાને મજબૂત બનાવશે. કેલ્શિયમ આપણા હાડકા અને દાંત માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી હાડકાં નબળા પડી શકે છે

HD ન્યુઝ ડેસ્કઃ વધતી જતી ઉંમર સાથે હાડકાંને મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે. જો હાડકાં નબળા પડી જાય તો શરીરને મોટું નુકસાન સહન કરવું પડે છે. આપણે આપણા નિયમિત આહારમાં કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરીને શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ આપી શકીએ છીએ. કેલ્શિયમ રિચ ફૂડ હાડકાને મજબૂત બનાવશે. કેલ્શિયમ આપણા હાડકા અને દાંત માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી હાડકાં નબળા પડી શકે છે અને ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓ થઈ શકે છે.

કેળા, પાલક અને બદામ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે. આને તમારા આહારમાં સામેલ કરીને તમે તમારી જાતને ફિટ રાખી શકો છો. સ્વસ્થ ખોરાક માત્ર હાડકાંને જ મજબુત બનાવતો નથી પણ એકંદર આરોગ્યમાં પણ સુધારો કરે છે.

6 કેલ્શિયમ રિચ ફૂડ્સ કમાલ કરશે

હાડકામાં નવો જોશ ભરી દેશે 6 કેલ્શિયમ રિચ ફૂડ hum dekhenge news

નટ્સ

કાજુ, બદામ, કિસમિસ જેવા નટ્સને કેલ્શિયમ સહિતના પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. તેમના નિયમિત સેવનથી હાડકાં મજબૂત બને છે. તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે જે કેલ્શિયમને એબ્ઝોર્બ કરવામાં મદદરૂપ થાય છે.

પાલક

લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને પાલક તેમાંથી એક છે. પાલકમાં ફાઈબર, વિટામિન એ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંને સારું પોષણ મળી રહે છે.

હાડકામાં નવો જોશ ભરી દેશે 6 કેલ્શિયમ રિચ ફૂડ hum dekhenge news

કેળા

કેળાને ઊર્જાનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ એક કેળું ખાવાની સલાહ આપે છે. આ ખાવાથી એકંદર સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

ડેરી ઉત્પાદનો

ડેરી ઉત્પાદનો કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરવામાં ખૂબ મદદરૂપ છે. દૂધ, દહીં અને ચીઝ જેવા ઉત્પાદનો કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

હાડકામાં નવો જોશ ભરી દેશે 6 કેલ્શિયમ રિચ ફૂડ hum dekhenge news

વિટામિન ડીથી ભરપૂર ખોરાક

હાડકાંને મજબૂત કરવા માટે વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, વિટામિન ડી હાડકામાં કેલ્શિયમને શોષવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં વિટામિન ડી ધરાવતી વસ્તુઓનો સમાવેશ કરો.

નારંગી

શિયાળામાં ખૂબ મળતા સંતરા કે નારંગી વિટામિન સીનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે, તે કેલ્શિયમથી પણ સમૃદ્ધ છે. તેનું સેવન હાડકાંને મજબૂત બનાવે છે. નારંગી ખાવાથી હાડકાના ગંભીર રોગોનું જોખમ અમુક અંશે ઘટાડી શકાય છે.

આ પણ વાંચોઃ રાતે મોજા પહેરીને સુવું જોઈએ કે નહિ? ફાયદો અને નુકસાન જાણી લો

આ પણ વાંચોઃ ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થવું છે? તો ઘરેલુ ઉપાય લાગશે કામ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button