શું તમને પણ પડી ગઈ છે વધુ પડતી ખાંડ ખાવાની આદત? નાની ઉંમરમાં જ વૃદ્ધ થશો
- વધુ પડતી ખાંડ ખાવાથી હેલ્થને નુકસાન તો થાય જ છે, પરંતુ ત્વચા અને ઉંમર પર પણ નકારાત્મક અસર પડે છે. જો તમે વધુ પડતી મીઠાઈઓ ખાવાના શોખીન છો તો હવે આ આદત પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે
HD ન્યુઝ ડેસ્કઃ પહેલાના સમયમાં લોકો કહેતા કે ‘ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું’, જોકે આ વાત હાલમાં લાગુ પડતી નથી. આજના સમયમાં જ્યારે દુનિયાની મોટાભાગની વસ્તી ડાયાબિટીસ જેવા શુગર સંબંધિત રોગોથી પીડિત છે ત્યારે આ વાતને સહેજ પણ સાચી ન કહી શકાય. વધુ પડતી ખાંડ ખાવાથી હેલ્થને નુકસાન તો થાય જ છે, પરંતુ ત્વચા અને ઉંમર પર પણ નકારાત્મક અસર પડે છે. જો તમે વધુ પડતી મીઠાઈઓ ખાવાના શોખીન છો તો હવે આ આદત પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આવો જાણીએ વધુ પડતી ખાંડના સેવનથી શું આડઅસર થઈ શકે છે અને તેનાથી બચવા માટે શું પગલાં લઈ શકાય છે.
ત્વચા પર ખાંડની આડ અસરો જાણી લો
વધુ પડતી ખાંડનું સેવન તમારી ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે. જેના કારણે ત્વચા ઢીલી થઈ જાય છે અને કરચલીઓથી ભરાઈ જાય છે. ત્વચા પર ડાર્ક સ્પોટ અને શુષ્કતા જેવી સમસ્યાઓ વધી શકે છે. વધુ પડતી ખાંડનું સેવન તમારા શરીરમાં સોજો વધારે છે. તે ફ્રી રેડિકલ્સને સક્રિય કરી શકે છે, જે તમારી ત્વચા માટે અકાળે વૃદ્ધત્વનું કારણ બને છે.
આહારમાં ખાંડની માત્રાને કેવી રીતે નિયંત્રિત કરવી?
મીઠાઈઓ પ્રત્યેના પ્રેમને દૂર ન કરી શકાય, પરંતુ પોર્શન કન્ટ્રોલ જરૂર કરી શકાય. ફળોમાં રહેલી કુદરતી ખાંડનો ઉપયોગ કરો. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ પ્રદાન કરે છે. જ્યુસ, સોસ અને બેકડ પ્રોડક્ટમાં ખાંડ છુપાયેલી હોય છે. તેમને ખાવાનું ટાળો અથવા તેના વિકલ્પો શોધો. સોડા અને પેકેજ્ડ જ્યુસને બદલે લીંબુ પાણી, નારિયેળ પાણી અથવા હર્બલ ટી પીવો.
સ્વસ્થ અને કુદરતી સ્વીટનરના વિકલ્પો
- મધ: તે કુદરતી મીઠાશનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તમે તેનો ઉપયોગ ચામાં કરી શકો છો.
- ગોળ: ગોળમાં આયર્ન અને અન્ય પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે.
- ફળ: મીઠાશ માટે સફરજન, કેળા અને ખજૂરનો ઉપયોગ કરો. તે તમને સ્વસ્થ રાખશે અને સ્વાદ પણ આપશે.
આ પણ વાંચોઃ રાતે મોજા પહેરીને સુવું જોઈએ કે નહિ? ફાયદો અને નુકસાન જાણી લો
આ પણ વાંચોઃ ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થવું છે? તો ઘરેલુ ઉપાય લાગશે કામ
આ પણ વાંચોઃ હંમેશા રહે છે કબજિયાની તકલીફ? આ છ ઘરેલું ઉપાયો અપનાવો પેટ થશે સાફ