ટ્રેન્ડિંગમનોરંજન

બાબા મહાકાલના શરણમાં વરૂણ ધવન, ‘બેબી જોન’ની ટીમ સાથે કરી ભસ્મ આરતી

Text To Speech
  • વરુણ ધવને ‘બેબી જોન’ની ટીમ સાથે બાબા મહાકાલના શરણમાં નમન કર્યા, ભસ્મ આરતી કરી અને તેમની ફિલ્મ પૂરી થવાની શુભેચ્છાઓ પણ માંગી હતી

24 ડિસેમ્બર, ઊજ્જૈનઃ અભિનેતા વરુણ ધવન અને કીર્તિ સુરેશ અભિનીત આગામી ફિલ્મ ‘બેબી જોન‘ ટૂંક સમયમાં થિયેટરમાં આવવા માટે તૈયાર છે. ફિલ્મની કાસ્ટ અને સમગ્ર ટીમ હાલમાં દેશના ખૂણે-ખૂણે ફરીને પ્રમોશનમાં કરી રહી છે. આ દરમિયાન વરુણ ધવન તેની ટીમ સાથે મંગળવારે ઉજ્જૈન પહોંચ્યો હતો અને બાબા મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. બેબી જ્હોનની અભિનેત્રી કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, નિર્માતા એટલી અને તેમની ટીમ પણ તેની સાથે જોવા મળી હતી.

વરુણ ધવને ‘બેબી જોન’ ટીમ સાથે દર્શન કર્યા હતા

‘બેબી જોન’ના સ્ટાર્સે બાબા મહાકાલના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા અને ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. શિવ ભક્તિમાં મગ્ન આરતીમાં ભાગ લેતા સ્ટાર્સ જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં વરુણ ધવન ઓફ વ્હાઈટ કુર્તા-પાયજામામાં જોઈ શકાય છે. નંદી હોલમાં બેસીને સ્ટાર્સે ભસ્મ આરતી નિહાળી અને ઉત્સાહ વધાર્યો હતો.

વરુણ તેના કપાળ પર ભસ્મ અને ચંદનનો લેપ લગાવીને, હાથ જોડીને બાબા મહાકાલને પ્રણામ કરી રહ્યો હતો. એટલી તેની પત્ની સાથે બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે તાજેતરમાં પરિણીત અભિનેત્રી કીર્તિ સુરેશ લીલા સૂટમાં જોવા મળી હતી. સ્ટાર્સે ભોલેનાથને તેમની આગામી ફિલ્મ બેબી જ્હોનની સફળતા માટે મનોકામના કરી હતી.

દર્શન બાદ વરુણ ધવને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, અહીં આવવાનો અનુભવ ખૂબ જ સારો હતો. બાબા મહાકાલના દર્શન કરીને આત્મા પ્રસન્ન થઈ ગયો. અમને ભસ્મ આરતીમાં હાજરી આપવાનો મોકો મળ્યો, તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેણે આગળ કહ્યું કે અમે આગામી ફિલ્મ ‘બેબી જોન’ માટે ભોલેનાથ પાસે કામના કરી છે.

આ પણ વાંચોઃ 5 દીકરી હોય તેવી ઈચ્છા, રેપર હની સિંહનું બીજા લગ્ન પર નિવેદન

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button