ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

અમેરિકામાં ગેંગવોર! ડ્રગ માફિયા સુનિલની કેલિફોર્નિયામાં હત્યા, જાણો કોણે જવાબદારી લીધી?

અમેરિકા, 24 ડિસેમ્બર 2024 :  અમેરિકાના કેલિફોર્નિયામાં ડ્રગ્સની હેરાફેરીના કેસમાં વોન્ટેડ સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામખેડા અબોહરની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુનીલ પંજાબમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં સામેલ હતો. પંજાબમાં પાકિસ્તાનથી ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક લાંબા સમયથી ચાલી રહ્યું હતું. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. સુનીલ યાદવ મૂળ પંજાબના ફાઝિલકાનો રહેવાસી હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે બે વર્ષ પહેલા નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દુબઈથી અમેરિકા ભાગી ગયો હતો. તેણે રાહુલના નામનો પાસપોર્ટ બનાવ્યો હતો.

ત્યાં રહીને તેણે આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ માટે નેટવર્ક તૈયાર કર્યું હતું. તેની ગેંગ અમેરિકાથી દુબઈમાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી. રાજસ્થાનના ગંગાનગરમાં પંકજ સોની નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રાજસ્થાન પોલીસે સુનીલની પણ ધરપકડ કરી હતી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. દુબઈમાં તેના ઘણા સાગરિતો પકડાઈ ચૂક્યા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યા પાછળનું કારણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરીને લોરેન્સ ગ્રુપે કહ્યું કે સુનીલ યાદવ પંજાબ પોલીસ માટે બાતમીદાર હતો. તેણે પોલીસને ઘણી વખત લોરેન્સ ગેંગ વિશે માહિતી આપી હતી. જેના કારણે અમેરિકામાં તેની હત્યા થઈ હતી. આ પોસ્ટ રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારના નામે કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ અને અંકિત ભાદુ ગેંગ સાથે જોડાયેલા છે. અમે સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરમખેડા અબોહરના સ્ટૉકટન, કેલિફોર્નિયામાં માઉન્ટ એલ્બોર્સ નંબર 6706 માં હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.

અંકિત ભાદુના એન્કાઉન્ટરનો આરોપ
આ વ્યક્તિએ પંજાબ પોલીસ સાથે મળીને અમારા ભાઈ અંકિત ભાદુનું એન્કાઉન્ટર કરાવ્યું હતું. અમે આનો બદલો લીધો છે. સુનિલે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા યુવાનોને ડ્રગ્સના આદી બનાવી દીધા હતા. તેની સામે ગુજરાતમાં 300 કિલો ડ્રગ્સ વેચવા બદલ કેસ નોંધાયેલ છે. જે પણ અમારી વિરૂદ્ધ કામ કરશે તેને જવાબદાર ગણવામાં આવશે. આ વ્યક્તિ મોતના ડરથી અમેરિકા ભાગી ગયો હતો. ત્યાં ગયા પછી પણ તેણે પંજાબ પોલીસને માહિતી આપવાનું બંધ કર્યું નહીં. જેના કારણે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

 

આ પણ વાંચો : ‘એક દેશ, એક ચૂંટણી’ પર 8 જાન્યુઆરીએ મળશે JPCની પ્રથમ બેઠક

Back to top button