શેરબજારમાં આજે હરિયાળી! સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
નવી દિલ્હી, 24 ડિસેમ્બર, શેરબજાર મંગળવારે લાભ સાથે ખુલ્યું હતું અને શરૂઆતના વેપારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 167 પોઈન્ટના વધારા સાથે 78,707.37 પર ખુલ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી 2.60 પોઈન્ટના વધારા સાથે 23,756 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં તેજી છે અને 5માં ઘટાડો છે. તેમજ, નિફ્ટીના 50 શેરોમાંથી 43માં તેજી છે અને 7માં ઘટાડો છે. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર સૌથી વધુ 1.38%ની તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે.
આજે એટલે કે 24મી ડિસેમ્બરે સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 78,850ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉછળીને 23,850ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સની વાત કરી તો શરૂઆતના કારોબારમાં તે 46 પોઈન્ટના વધારા સાથે 78,570 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 15 શેર લીલા નિશાન પર અને 15 શેર લાલ નિશાન પર હતા. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરમાંથી 16 શેર લીલા નિશાન પર અને 34 શેર લાલ નિશાન પર જોવા મળ્યા હતા. ગિફ્ટ નિફ્ટી વલણો ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો માટે સપાટ શરૂઆત સૂચવે છે. ગિફ્ટ નિફ્ટી 23,762ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતાં 7 પૉઇન્ટ નીચો છે.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.27% અને કોરિયાનો કોસ્પી 0.17%નો ઘટાડો છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.68%ની તેજી છે. NSEના ડેટા અનુસાર, 20 ડિસેમ્બરના રોજ વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા નેટ સેલ રૂ. 168 કરોડ હતું. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,227 કરોડના શેર ખરીદ્યા હતા. 23 ડિસેમ્બરે અમેરિકાનો ડાઓ જોન્સ 0.16%ની તેજી સાથે 42,906 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.73% વધીને 5,974 પર અને નેસ્ડેક 0.98% વધીને 19,764 પર બંધ થયો. નિફ્ટી પેકના 50 શેરોમાં સૌથી વધુ ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝ, બીઈએલ, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને ઈન્ફોસીસના શેરમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો..સોના-ચાંદીના ભાવમાં વધઘટ, જાણો આજના લેટેસ્ટ ભાવ