પહાડો પર બરફવર્ષા, દાલ સરોવર થીજી ગયું; જાણો હવામાન અપડેટ

નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર, 2024: કુલ્લુ, કિન્નૌર, ચંબા, લાહૌલ-સ્પીતિ, શિમલા, ધનૌલ્ટી, કુફરી અને કુલ્લુ એમ પર્વતોમાં દરેક જગ્યાએ બરફવર્ષા થઈ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડ્યો છે. બરફવર્ષાએ પ્રવાસીઓ, ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. સોમવારે હળવા વરસાદ પછી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં દિવસના તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે કાશ્મીરમાં તીવ્ર શીત લહેર ચાલુ રહી હતી અને પારો શૂન્યથી ઘણા ડિગ્રી નીચે આવી ગયો હતો. કાશ્મીરનું દાલ સરોવર થીજી ગયું છે.
હિમાચલ પ્રદેશમાં શિમલા અને આસપાસના વિસ્તારોમાં પણ હળવી હિમવર્ષા થઈ હતી, જેના કારણે રાજ્યમાં 30 રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને અટલ ટનલ નજીક 1,000થી વધુ વાહનો અટવાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષના છેલ્લા દિવસોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે.
ઉત્તરાખંડના પર્વતોમાં બરફવર્ષાએ પ્રવાસીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. વહેતી નદી પણ ધીમે ધીમે બરફની ચાદરમાં થીજી રહી છે, પ્રવાસીઓ બરફનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષના છેલ્લા દિવસોમાં વરસાદ અને બરફ ચાલુ રહેશે. નૈનીતાલમાં પણ નવા વર્ષ અને હિમવર્ષાનો આનંદ માણવા માટે પ્રવાસીઓની ભીડ એકઠી થવા લાગી છે, ભીડ નિયંત્રણની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
#WATCH | Jammu & Kashmir | Cold wave grips the Pirpanjal region in Rajouri causing water flowing from the mountains to freeze. The affected areas include Rajouri, Thanna Mandi, Dehra Ki Gali, and Bafliaz Road pic.twitter.com/ULTLNNX6al
— ANI (@ANI) December 24, 2024
હિમાચલમાં હિમવર્ષાને કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે. મનાલીમાં ધુમ્મસમાં 1000થી વધુ પ્રવાસી વાહનો ફસાયેલા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ સોમવાર, મંગળવાર, શુક્રવાર અને શનિવારે હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
બરફવર્ષાએ સફરજનના ઉત્પાદકોને પણ ખુશ કરી દીધા છે, જેનાથી ઉપલા શિમલા પ્રદેશમાં સારી ઉપજની આશા જાગી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં સૌથી ઠંડુ તાબો રહ્યું, જ્યાં તાપમાન માઇનસ 10.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સક્રિય પશ્ચિમી વિક્ષેપ શુક્રવારથી પશ્ચિમ હિમાલય પ્રદેશ અને આસપાસના મેદાનોને અસર કરે તેવી શક્યતા છે.

કાશ્મીરમાં શિયાળાનો 40 દિવસનો સૌથી આકરો સમયગાળો ચિલ્લે કલાં શનિવારે શરૂ થયો હતો. હવામાન વિભાગે પ્રવાસીઓને કાશ્મીર ખીણના મહત્વપૂર્ણ ઊંચાઈવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર શૂન્યથી ઓછા તાપમાન અને બરફીલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી સલાહનું પાલન કરવા જણાવ્યું છે. ખીણમાં તીવ્ર શીત લહેરની સ્થિતિ પ્રવર્તે છે, જેના કારણે પાણી પુરવઠાની પાઈપલાઈનમાં બરફ જામી ગયો છે. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મહત્તમ તાપમાનમાં અનેક ડિગ્રીનો ઘટાડો થયો હતો. ચંદીગઢમાં મહત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું.