ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: પોલીસ સબ ઇન્સ્પેકટરના ઘરમાંથી રોકડા રૂપિયા સહિત દાગીનાની ચોરી થઇ

Text To Speech
  • પોલીસ તપાસમાં પીએસઆઇની બદલી વડોદરા થઇ
  • બદલી વડોદરા થઇ હોવાથી પરિવારજનો વડોદરા ગયા હતા
  • નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેકટરના મકાનમાંથી રોકડા રૂપિયા 1.50 લાખ અને દાગીનાની ચોરી થઇ હતી. પોલીસ તપાસમાં પીએસઆઇની બદલી વડોદરા થઇ હોવાથી પરિવારજનો વડોદરા ગયા હતા. દરમિયાન ઘરમાં ચોરી થઇ હતી. નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કબાટમાંથી રોકડા રૂ.1.50 લાખ તિજોરીમાંથી દાગીની ચોરી થઇ

છાજલીના કબાટમાંથી રોકડા રૂ.1.50 લાખ તિજોરીમાંથી દાગીની ચોરી થઇ છે. જેમાં ઘરકામ કરવા આવતી મહિલા ઉપર આશંકા થતા નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે તાજેતરમાં તેમની બદલી વડોદરા ખાતે થઇ હતી. જેથી પરિજનો વડોદરા ગયા અને ત્યાં રોકાયા હતા.

નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બીજા દિવસે ઘરે આવ્યા અને જોયુ તો રસોડાની છાજલીમાં બનાવેલા કબાટમાં ડબ્બામાંથી રોકડા રૂ. 1.50 લાખ અને તિજોરીમાંથી દાગીનાની ચોરી થઇ હતી. જો કે તેમના ઘરે કામ કરવા આવતી મહિલા અવાર નવાર તેઓ હાજર ન હોય ત્યારે કામ કરીને ચાવી મુકીને જતા હતા જો કે તેમને પૂછતાં તેઓ ચોરી વિશે કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું. નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે જાણો કયા કરી માવઠાની આગાહી

Back to top button