મોનાલી ઠાકુરે ગુસ્સામાં છોડ્યો વારાણસી કોન્સર્ટ, આયોજકો પર ભડકી; જાણો સમગ્ર મામલો

વારાણસી, 23 ડિસેમ્બર 2024 : પ્લેબેક સિંગર મોનાલી ઠાકુરના સિંગિંગના લોકો દિવાના છે. તેના કોન્સર્ટમાં ચાહકોની વિશાળ ભીડ એકઠી થાય છે. પરંતુ ગાયકે તાજેતરના વારાણસી કોન્સર્ટમાં ખરાબ અનુભવ શેર કર્યો. ખરાબ મેનેજમેન્ટને કારણે મોનાલી એટલી પરેશાન થઈ ગઈ કે તેણે કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દીધો. આ રીતે કોન્સર્ટ સમાપ્ત કરવા માટે સિંગરે તેના ચાહકોની માફી પણ માંગી હતી.
મોનાલીએ ગુસ્સામાં શો છોડી દીધો
22 ડિસેમ્બરે મોનાલી એક કોન્સર્ટ માટે વારાણસી પહોંચી હતી. તે અને તેની ટીમ આ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી સિંગરે જે જોયું તે પછી, તે તેના ગુસ્સાને કાબૂમાં રાખી શકી નહીં અને સ્ટેજ પરથી કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દેવાની જાહેરાત કરી. મોનાલીએ આ કાર્યક્રમનું આયોજન કરનારી કંપની પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. સિંગરે કોન્સર્ટ અધવચ્ચે જ સમાપ્ત કરવા માટે ઘણા કારણો ગણાવ્યા. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોનાલીએ કહ્યું કે સ્ટેજ સેટઅપ યોગ્ય નથી.
Monali Thakur’s Varanasi concert on December 22 was a debacle due to abysmal management and infrastructure. The singer, frustrated by the chaos, decided to walk off stage mid-performance. It’s ironic, considering Narendra Modi, Varanasi’s MP, has been pushing for development.… pic.twitter.com/ITPCz2iOsD
— The Pluralist Pulse (@PluralistPulse) December 23, 2024
મોનાલીએ માફી માંગી
વીડિયોમાં સિંગર કહે છે- મારું દિલ તૂટી ગયું છે. હું ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિને બાજુ પર રાખીશ. પૈસાની ચોરી કરવા માટે તેઓએ કયું સ્ટેજ બનાવ્યું છે તે સમજાવી શકતા નથી. પગની ઘૂંટીમાં ઈજા થવાની સંભાવના છે. ડાન્સર્સ મને શાંત રહેવા માટે કહે છે. પરંતુ કંઈક ગડબડ છે. હું તમને જવાબદાર છું, તમે મારા માટે આવો છો. તેથી તમે મને જવાબદાર ગણશો. મને આશા છે કે હું પોતે જ તેની જવાબદારી લઈ શકું તેટલો મોટી બનું. પછી કોઈપણ નકામા, બેજવાબદાર, અનૈતિક લોકોના વિશ્વાસે ન આવું. હું તમારી દિલથી માફી માંગુ છું કે આ શો અહીં જ સમાપ્ત થવો જોઈએ. પરંતુ હું ચોક્કસપણે પાછી આવીશ અને તમને આના કરતા વધુ સારો શો બતાવીશ.
જોકે, ઈવેન્ટ આયોજકોએ ગાયકના આરોપોને ખોટા ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયોજકોનું કહેવું છે કે મોનાલીએ શરૂઆતમાં તેમને હોટલમાં ચાર કલાકથી વધુ રાહ જોવડાવી હતી. પ્રેસ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. સિંગરના મોડા આવવાના કારણે, સ્થાનિક મીડિયા તેની સાથે વાત કર્યા વિના ચાલ્યા ગયા.
મોનાલીની વાત કરીએ તો તે સ્વિટ્ઝર્લેન્ડમાં રહે છે. તે શો અને સિંગિગ કમિટમેન્ટ માટે ભારતનો પ્રવાસ કરતી રહે છે. મોનાલીના હિટ ગીતોમાં ‘મોહ મોહ કે ધાગે’, ‘જરા ઝરા ટચ મી’, ‘ખ્વાબ દેખે’નો સમાવેશ થાય છે. તે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 2 નો ભાગ હતી.
આ પણ વાંચો : માતાપિતાની સંપત્તિમાં દીકરાને કયારે નથી મળતો અધિકાર? આવો જાણીએ નિયમ