ઉત્તર ગુજરાતગુજરાત

રાજકોટમાં 55 વર્ષના પ્રૌઢા ઉપર દૂષ્કર્મની ચકચારી ઘટના

Text To Speech

રાજકોટ શહેરમાં સગીરા, યુવતી, પરિણીતા અને મહિલા ઉપર દૂષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ આજે પપ વર્ષિય પ્રૌઢા ઉપર દૂષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરનાં કાલાવડ રોડ ઉપર આંબેડકરનગરમાં એક મહિલાને ભાડે આપેલી ઓરડીમાં તેનો ધર્મનો ભાઇ રહેતો હોય આ બન્ને ભાઇ-બહેને સાથે મળી મકાન માલિક પ્રૌઢાને ઘેનવાળી દવા પીવડાવી દીધા બાદ તેના ઉપર દૂષ્કર્મ આચરી વીડિયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી રૂ. 25 હજારની માંગણી કરી હતી. આ અંગે તાલુકા પોલીસ મથકમાં બન્ને સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

રૂ.2500માં પ્રૌઢાએ ઓરડી આપી હતી ભાડા ઉપર
મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર પપ વર્ષિય પ્રૌઢાએ મૂળ ઉપલેટા તાલુકાના ભાયાવદર અને હાલ કાલાવડ રોડ ઉપર આંબેડકરનગર-2માં ભોગ બનનારની ઓરડીમાં ભાડે રહેતી રમા દેવશી સોલંકી અને તેના ધર્મના ભાઇ મનોજ બોરીચા સામે દૂષ્કર્મ આચરવા, ધમકી આપવા, પૈસા પડાવી લેવા અને મદદગારી કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-376, 328, 384, 506 અને 114 મુજબ ગુનો દાખલ કરાયો છે.  આ ફરિયાદમાં પ્રૌઢાએ જણાવ્યું હતુ કે, તેને ત્રણ સંતાન છે, તેઓને કાલાવડ રોડ ઉપર આંબેડકરનગર પાસે વધારાની ઓરડીઓ આવેલી હોય જેથી તે ઓરડી ભાડે આપી પરિવારનું ગુજરાન ચલાવ્યે છીએ આ ઓરડી મૂળ ભાયાવદરની રમા દેવશી સોલંકીને રૂ. 2500માં ભાડે આપી હતી. જેમાં તે ભાડૂઆત તરીકે રહેવા આવ્યા બાદ થોડા દિવસ પછી ભોગ બનનાર પ્રૌઢા ત્યાં આંટો મારવા ગઇ હતી.

ધર્મના ભાઈની કરાવી ઓળખાણ, સાળાની સારવાર માટે કટકે-કટકે રૂ.21000 આપ્યા
ત્યારબાદ પખવાડિયા પૂર્વે રમાએ પ્રૌઢાને ફોન કરી પોતાના ઘરે બેસવા માટે બોલાવતા તે ત્યાં ગયા હતા. આ દરમિયાન ત્યાં એક શખસ હાજર હતો જે અંગે રમાને પૂછતા તેણે તે શખસની ઓળખાણ મનોજ બોરીચા અને પોતાના ધર્મના ભાઇ તરીકે કરાવી હતી. દરમિયાન રમાએ પ્રૌઢાને કહ્યું હતુ કે, મનોજના સાળાને કેન્સર થયું છે જેથી પૈસાની મદદ જોઇએ છે જેથી પ્રૌઢાએ તેને રૂ. 10 હજાર ઉછીના આપ્યા હતા ત્યારબાદ થોડા દિવસ પછી રમા પાસે ભાડુ લેવા માટે ગઇ હતી. દરમિયાન ભાડુ લઇ આવ્યાના બે-ત્રણ દિવસમાં જ ફરીથી રમાએ ફોન કરી મનોજને રૂ. 11 હજારની જરૂર હોવાનું કહેતા તે રકમ આપવા માટે તેઓ તેના ઘરે ગયા હતા આમ મનોજને પ્રૌઢાએ રૂ. 21 હજાર ઉછીના આપ્યા હતા ઉપરાંત રમાનું બે મહિનાનું ભાડુ રૂ. 5000 પણ બાકી રાખ્યુ હતુ.

ભાડુઆતે ઘરે બોલાવી ઘેનવાળી ચા પીવડાવી, ધર્મના ભાઈએ આચર્યું દુષ્કર્મ
દરમિયાન ગત તા. 18-12-20ના રોજ રમાએ ફોન કરી બોલાવતા પ્રૌઢા તેના ઘરે ગયા હતા તે દરમિયાન રમાએ તેને ચા પીવડાવતા પ્રૌઢા બેભાન થઇ ગયા હતા જેથી ત્યાં હાજર મનોજે પ્રૌઢાને અડપલા કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધી લીધા હતા જે બાદ પ્રૌઢા ભાનમાં આવતા મનોજે તેને દૂષ્કર્મનો વીડિયો ઉતારી લીધો હોય તેમ કહી વાયરલ કરી દેવાની ધમકી આપી દીધી હતી.

બીજી વખત ધમકી આપી શરીર સંબંધ બાંધ્યા, વીડિયો ઉતાર્યો અને રૂ.25 હજાર માંગ્યા
બાદમાં ગત તા. 4-2-21ના રોજ ફરીથી સાંજે રમાએ ફોન કરી ભાડુ લઇ જવા માટેનું કહી ઘરે બોલાવતા તેઓ ત્યાં ગયા હતા. આ વખતે ત્યાં મનોજ પણ હાજર હતો પરંતુ ભાડુ આપવાના બદલે રમા ત્યાંથી નિકળી ગઇ હતી અને મનોજે દરવાજો બંધ કરી ફરીથી દૂષ્કર્મ આચર્યું હતુ જેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 25 હજારની માંગણી કરી હતી જેની સામે રૂ. 12,000 આપ્યા હતા. આમ મનોજ કુલ રૂ. 33 હજાર લઇ ગયો હતો અને રમાએ બે મહિનાનું ભાડુ રૂ. 5 હજાર ચુકવ્યું ન હોય કુલ 38,000 પડાવી લીધા હતા. મનોજ અને રમાનો ત્રાસ સહન ન થતો હોય જેથી આ અંગે પરિવારજનોને જાણ કરતા પતિએ હિંમત આપતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ચકચારી બનાવમાં ગુનો દાખલ કરી મનોજ અને રમાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Back to top button