ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

119 કરોડનું શહેર! આ યુટ્યુબરે પોતાના એક શો માટે પાણીની જેમ ખર્ચી નાખ્યા પૈસા, જૂઓ વીડિયો

HD ન્યૂઝ ડેસ્ક, 23 ડિસેમ્બર: યુટ્યુબર તેના શોને અલગ રીતે શૂટ કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે? સેટને ભવ્ય બનાવો અથવા આધુનિક તકનીકી સાધનોનો ઉપયોગ કરવો. બસ? તો જવાબ એ છે કે જો તમને તમારા કામ માટે જુસ્સો હોય, તો તમે એક નવું શહેર પણ વસાવી શકો છો અને વિશ્વના નંબર વન યુટ્યુબર મિસ્ટર બીસ્ટે આ જ કર્યું છે. તેણે એક ફિલ્મના બજેટ જેટલી રકમ ખર્ચીને મિની શહેર વસાવ્યું છે. YouTubeની દુનિયામાં સૌથી મોટું નામ મિસ્ટર બીસ્ટનું છે.

જૂઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by MrBeast (@mrbeast)

100 કરોડથી વધુનો ખર્ચ કર્યો

મિસ્ટર બીસ્ટ તરીકે ઓળખાતા યુટ્યુબરનું સાચું નામ જીમી સ્ટીફન ડોનાલ્ડસન છે. હાલમાં જ તેનો નવો શો આવ્યો છે, જે 19 ડિસેમ્બરથી પ્રાઇમ વીડિયો પર શરૂ થઈ ગયો છે. આ માટે મિસ્ટર બીસ્ટે ટોરોન્ટોમાં એક આલીશાન સેટ તૈયાર કર્યો છે, જે કોઈ શહેરથી ઓછો નથી. આ માટે તેણે 14 મિલિયન ડોલર એટલે કે લગભગ 119 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મિસ્ટર બિસ્ટે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. મિસ્ટર બીસ્ટ આને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ રકમ સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે.

શોના 10 એપિસોડ હશે

મિસ્ટર બીસ્ટના ચાહકોને જ્યારે ખબર પડી કે તેણે મિનિ શહેર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે ત્યારે કેટલાક લોકોએ તેના પર પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા. એક યુઝરે લખ્યું કે, ’25 મિનિટના વીડિયો માટે આટલા પૈસા ખર્ચવા મારા મતે સારો વિચાર નથી. આના કરતાં કંઈક સારું થઈ શક્યું હોત.” જેના પર મિસ્ટર બિસ્ટે સ્પષ્ટતા કરી કે, આ મિની સિટી 25 મિનિટના વીડિયો માટે નથી, પરંતુ સંપૂર્ણપણે અલગ શો માટે છે, જેના 10 એપિસોડ પ્રાઇમ વીડિયો પર છે.”

 

 

View this post on Instagram

 

A post shared by MrBeast (@mrbeast)

આ સિરીઝ ફેબ્રુઆરી સુધી ચાલશે

મિસ્ટર બીસ્ટે X પર એક પોસ્ટ શેર કરી છે અને માહિતી આપી છે કે, દર ગુરુવારે તેની બીસ્ટ ગેમ્સનો નવો એપિસોડ રિલીઝ થશે. દરેક એપિસોડ છેલ્લા કરતા દસ ગણો સારો હશે. 19 ડિસેમ્બરથી શરૂ થયેલી આ સિરીઝ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. તેઓએ દરેક એપિસોડની રિલીઝ ડેટ શેર કરી છે. એ પણ કહ્યું છે કે, પ્રથમ એપિસોડ પ્રાઇમ વીડિયો પર બિલકુલ ફ્રી જોઈ શકાય છે અને તેઓએ X પર તેનો 10-મિનિટનો પ્રીવ્યૂ પણ શેર કર્યો છે. આ શોને વિશ્વભરના દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, આના પર પણ મિસ્ટર બીસ્ટે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે.

 

26 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ

મિસ્ટર બીસ્ટનો જન્મ 7 મે, 1998ના રોજ કંસાસના વિચિતામાં થયો હતો. તે 26 વર્ષનો છે અને વિશ્વનો નંબર વન યુટ્યુબર છે. અહેવાલો અનુસાર, બીસ્ટે તેની યુટ્યુબ ચેનલ 19 ફેબ્રુઆરી 2012ના રોજ બનાવી હતી. પછી 2016માં, તેણે ફૂલ ટાઈમના YouTuber બનવા માટે અધવચ્ચે કૉલેજ છોડી દીધી. મિસ્ટર બીસ્ટની તેની યુટ્યુબ ચેનલ પર 335 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તે માત્ર યુટ્યુબ પર વીડિયો બનાવવા માટે જ જાણીતો નથી, તે તેના સામાજિક કાર્યો માટે પણ લોકપ્રિય છે. જરૂરિયાતમંદોની મદદ માટે તેઓ હંમેશા આગળ હોય છે.

આ પણ જૂઓ: વ્યક્તિએ 100 વર્ષ જૂનો ટ્રેનનો ડબ્બો ખરીદીને શરૂ કરી હોટલ, એક રાત રોકાવાના કેટલા રૂપિયા? જૂઓ વીડિયો

Back to top button