ટ્રેન્ડિંગધર્મ

સફલા એકાદશી ક્યારે? 2024ની છે છેલ્લી અગિયારસ, જાણો પૂજા વિધિ

Text To Speech
  • માગસર મહિનાના કૃષ્ણ પક્ષની સફલા એકાદશી 26મી ડિસેમ્બરે છે. માન્યતાઓ અનુસાર દરેક કાર્યને સફળ બનાવવા માટે સફલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં દરેક મહિનાની એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે અને સાધકને તમામ દુ:ખ અને પાપોમાંથી મુક્તિ મળે છે. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. 26મી ડિસેમ્બરે સફલા એકાદશીનું વ્રત કરવામાં આવશે. માન્યતાઓ અનુસાર દરેક કાર્યને સફળ બનાવવા માટે સફલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી 5000 વર્ષની તપસ્યા કરતાં વધુ શુભ ફળ મળે છે. ચાલો જાણીએ કે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી?

ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી?

  • સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો.
  • સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
  • ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રત કરવાનો સંકલ્પ લો.
  • હવે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો.
  • નાના બાજઠ પર પીળું કપડું પાથરીને લક્ષ્મી-નારાયણની મૂર્તિ સ્થાપિત કરો.
  • ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ફળ, ફૂલ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરો.
  • વિષ્ણુ સહસ્ત્રનામ અને એકાદશી વ્રત કથાનો પાઠ કરો. ભગવાન વિષ્ણુના બીજ મંત્રોનો જાપ કરો.
  • અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો અને તમામ દેવી-દેવતાઓની પણ આરતી કરો.
  • પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે ક્ષમા માગો અને પૂજા સમાપ્ત કરો.
  • બીજા દિવસે દ્વાદશી તિથિ પર પૂજા કર્યા પછી ઉપવાસ તોડો.

મંત્ર:

સફલા એકાદશીના દિવસે તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કેટલાક સરળ મંત્રોનો જાપ કરી શકો છો.

1. ઓમ નમો ભગવતે વાસુદેવાય

2. ઓમ હ્રીં શ્રી લક્ષ્મીવાસુદેવાય નમઃ

3. ઓમ નમો નારાયણ

આ પણ વાંચોઃ પિતા-પુત્ર મળીને ચમકાવશે ત્રણ રાશિઓની કિસ્મત, નવા વર્ષમાં થશે ધનવર્ષા

આ પણ વાંચોઃ મહાકુંભ 2025: હનુમાન મંદિર કોરિડોર અને પાકા ઘાટની સેલ્ફી બની લોકપ્રિય, મુલાકાતીઓની ભીડ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button