ટ્રમ્પ શ્રી રામના પ્રશંસક બન્યા, અન્ય ભારતીય-અમેરિકનને સોંપી મોટી જવાબદારી
અમેરિકા, 23 ડિસેમ્બર 2024 : અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન મૂડીવાદી શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, “શ્રીરામ કૃષ્ણન ‘વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી’માં AI પર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે કામ કરશે.” કૃષ્ણન અગાઉ માઈક્રોસોફ્ટ, ટ્વિટર, યાહૂ, ફેસબુક અને સ્નેપમાં પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને તે ડેવિડ ઓ. સાક્સ સાથે કામ કરશે.
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ડેવિડની સાથે શ્રીરામ એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે વિજ્ઞાન અને ટેક્નોલોજી પર પ્રમુખની સલાહકાર પરિષદ સાથે કામ કરીને AI નીતિને આકાર આપવામાં અને સંકલન કરવામાં પણ મદદ કરશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
શ્રીરામ કૃષ્ણને શું કહ્યું?
શ્રીરામ કૃષ્ણને આ પદ માટે નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “મારા દેશની સેવા કરવાની અને એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ જાળવી રાખવા ડેવિડ સાથે કામ કરવાની તક માટે હું સન્માનિત મહેસુસ કરું છું.”
ભારતીય-અમેરિકન સમુદાયે ખુશી વ્યક્ત કરી હતી
ભારતીય-અમેરિકન સમુદાયે કૃષ્ણનના નામાંકનને આવકાર્યું છે. ઈન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાએ કહ્યું, ‘અમે શ્રીરામ કૃષ્ણનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ અને અમને આનંદ છે કે રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમને વ્હાઇટ હાઉસ ખાતે વિજ્ઞાન અને તકનીકી નીતિના કાર્યાલયમાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.’
આ પણ વાંચો : મોદી સરકારે દેશમાં વધુ 71,000 લોકોને આપી સરકારી નોકરી, જૂઓ વીડિયો