મોદી સરકારે દેશમાં વધુ 71,000 લોકોને આપી સરકારી નોકરી, જૂઓ વીડિયો
નવી દિલ્હી, તા.23 ડિસેમ્બર, 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં 71,000થી વધારે ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્ર આપ્યા હતા. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી મેળવનારા લોકોને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓને રોજગારીની નવી તકો અંગે સંબોધન કર્યુ હતું. પીએમઓ તરફથી આપવામાં આલા નિવેદન અનુસાર આ પગલું રોજગારી સર્જન પ્રત્યે તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. 2024ની લોકસભાની ચૂંટણી પછી વડા પ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળનો આ બીજો રોજગાર મેળો છે.
રોજગાર મેળા અંતર્ગત ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણા વિભાગમ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયો તથા વિભાગમાં નોકરી મેળવનારા લોકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમથી ન માત્ર સરકારી ક્ષેત્રમાં રોજગારીનો અવસર વધ્યો પરંતુ યુવા પેઢીને તેમની ક્ષમતાઓ તથા સપના પૂરા કરવાનો અવસર પણ મળ્યો હતો.
#WATCH | Under Rozgar Mela, Prime Minister Narendra Modi distributes appointment letters to over 71,000 newly inducted recruits in Government departments and organizations via video conferencing.
(Source: DD News) pic.twitter.com/ls1VGRYNds
— ANI (@ANI) December 23, 2024
પીએમ મોદીએ શું કહ્યું?
આજે દેશમાં માત્ર લાખો યુવાનોને જ સરકારી નોકરીઓ નથી મળી રહી, પરંતુ આ નોકરીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે આપવામાં આવી રહી છે. આ પરંપરામાંથી જે યુવાનો આવ્યા છે, તેઓ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે રાષ્ટ્ર સેવામાં જોડાયેલા છે. કોઈપણ દેશનો વિકાસ તેના યુવાનોના શ્રમ, શક્તિ અને નેતૃત્વને કારણે થાય છે. ભારતે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે. અમને આ સંકલ્પમાં વિશ્વાસ છે અને લક્ષ્ય હાંસલ કરવાનો વિશ્વાસ છે કારણ કે ભારતમાં દરેક નીતિ અને દરેક નિર્ણયના કેન્દ્રમાં ભારતના પ્રતિભાશાળી યુવાનો છે.
પીએમ રોજગાર મેળો શું છે?
રોજગાર મેળાની શરૂઆત 22 ઓક્ટોબર, 2022થી થઈ હતી. તે સમયે પીએમ મોદીએ 10 લાખ સરકારી નોકરી આપવાના લક્ષ્ય સાથે આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રયાસ રોજગારી વધારવા તથા દેશના કાર્યબળની વૃદ્ધિ અને વિકાસને સુવિધાજનક બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અત્યાર સુધીમાં 14 મેળામાં 9.22 લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આ પહેલા છેલ્લો રોજગાર મેળો 29 ઓક્ટોબર, 2024 ના રોજ યોજાયો હતો, જેમાં 51 હજારથી વધુ લોકોને જોડાતા પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- પ્રથમ રોજગાર મેળોઃ 22 ઓક્ટોબર, 2022 – 75,000થી વધુને નિમણૂક પત્ર
- બીજો રોજગાર મેળોઃ 22 નવેમ્બર, 2022 – 71,000થી વધારે નિમણૂક પત્ર
- ત્રીજો રોજગાર મેળોઃ 20 જાન્યુઆરી, 2023 – 71000થી વધારે નિમણૂક પત્ર
- ચોથો રોજગાર મેળોઃ 13 એપ્રિલ, 2023 – 71000થી વધારે નિમણૂક પત્ર
- પાંચમો રોજગાર મેળોઃ 16 મે, 2023- 70000થી વધારે નિમણૂક પત્ર
- છઠ્ઠો રોજગાર મેળોઃ 13 જૂન 2023- 70,000થી વધુ નિમણૂક પત્ર
- સાતમો રોજગાર મેળોઃ 22 જુલાઈ 2023, 70,000થી વધુ નિમણૂક પત્ર
- આઠમો રોજગાર મેળોઃ 28 ઑગસ્ટ, 2023, 51000થી વધુ નિમણૂક પત્ર
- નવમો રોજગાર મેળોઃ 26 સપ્ટેમ્બર, 2023, 51,000થી વધુ નિમણૂક પત્ર
- દસમો રાજગાર મેળોઃ 28 ઓક્ટોબર, 2023, 51,000થી વધુ નિમણૂક પત્ર
- અગિયારમો રોજગાર મેળોઃ 30 નવેમ્બર, 2023, 51,000થી વધુ નિમણૂક પત્ર
- બારમો રોજગાર મેળોઃ 12 ફેબ્રઆરી, 2024, 1,00,000થી વધુ નિમણૂક પત્ર
- તેરમો રોજગાર મેળોઃ 29 ઓક્ટોબર, 2024, 51,000થી વધુ નિમણૂક પત્ર
- ચૌદમો રોજગાર મેળોઃ 23 ડિસેમ્બર, 2024, 71,000થી વધુ નિમણૂક પત્ર
આ પણ વાંચોઃ Crime News: હોટલમાંથી મળી બ્યૂટીશિયનની લાશ, રેલવે ટ્રેકથી મળ્યો બોય ફ્રેન્ડનો મૃતદેહ