ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

બાંગ્લાદેશમાં રાહત ફતેહ અલી ખાનના કોન્સર્ટમાં શેખ હસીનાને ફાંસી આપવાના લાગ્યા નારા, જૂઓ વીડિયો

Text To Speech
  • ‘ઇકોસ ઓફ રિવોલ્યુશન’ કાર્યક્રમમાં શેખ હસીના માટે બાંગ્લાદેશના બળવાખોર નેતાઓની નફરત ફરી એકવાર બહાર આવી

ઢાકા, 23 ડિસેમ્બર: બાંગ્લાદેશમાં વિદ્રોહના વિરોધના લગભગ 3 મહિના પછી પણ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામેની નફરત ઓછી થઈ રહી નથી. ઢાકાના આર્મી સ્ટેડિયમમાં રવિવારે આયોજિત ‘ઇકોસ ઓફ રિવોલ્યુશન’માં શેખ હસીના માટે બાંગ્લાદેશના બળવાખોર નેતાઓની નફરત ફરી એકવાર બહાર આવી છે. આ કોન્સર્ટમાં પાકિસ્તાનના પ્રખ્યાત સિંગર રાહત ફતેહ અલી ખાન ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા, પરંતુ સ્ટેજ પર કંઈક એવું પણ બન્યું જેની સતત ચર્ચા થઈ રહી છે.  ‘ઇકોસ ઓફ રિવોલ્યુશન’ દરમિયાન, વિદ્યાર્થી નેતા સરજીસ આલમ મંચ પર આવ્યા અને શેખ હસીનાને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને આંદોલનમાં શહીદ થયેલા લોકો માટે ન્યાયની માંગ પણ કરી હતી.

જૂઓ વીડિયો

 

એકતા એ એકમાત્ર વિકલ્પ

મંચ પર બોલતા સરજીસ આલમે કહ્યું કે, “છેલ્લા 16 વર્ષમાં ઘણી વખત રસ્તા પર ઉતરવા છતાં અમને સફળતા મળી નથી, પરંતુ જ્યારે અમે એક થયા ત્યારે જ અમે શેખ હસીના પર દબાણ કરી શક્યા. આ આંદોલને આપણને શીખવ્યું છે કે એકતા જ એકમાત્ર વિકલ્પ છે.”

 

હસીના સરકારમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ

આ કોન્સર્ટમાં, તે પરિવારોના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા, જેમણે જુલાઈના આંદોલનમાં તેમના પ્રિયજનોને ગુમાવ્યા હતા. કોન્સર્ટમાં આ પરિવારો માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે હસીનાને શક્ય તેટલી વહેલી તકે દેશમાં પરત લાવીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

‘ઇકોઝ ઓફ રિવોલ્યુશન’ પાક સિંગર

આ કોન્સર્ટમાં મુખ્ય ગાયક તરીકે પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને બોલાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, અમે પાકિસ્તાની હંમેશા બાંગ્લાદેશના લોકો સાથે ઉભા છીએ.

આ પણ જૂઓ: ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકી ઠાર, પીલીભીતમાં પંજાબ-UP પોલીસ સાથે અથડામણ

Back to top button