ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: NRIની જમીન પચાવી પાડવા આરોપીઓએ રચ્યો જબરદસ્ત પ્લાન

Text To Speech
  • કૌભાંડ આચરતી ગેંગના પાંચ સાગરિતોને ઝડપી લીધા હતા
  • બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડની મદદથી જમીન પચાવી પાડવાની યોજના
  • સમગ્ર કૌભાંડ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનની જાગૃતતાને કારણે અમદાવાદ સાયબર ક્રાઇમે બોગસ આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની મદદથી બેંક એકાઉન્ટ ખોલીને અનેક કૌભાંડ આચરતી ગેંગના પાંચ સાગરિતોને ઝડપી લીધા હતા.

બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડની મદદથી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાની યોજના

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડની મદદથી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાની યોજના બનાવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન એનઆઇઆરને ત્યાં તેમના નામના આધાર કાર્ડ અને પાનકાર્ડની ટપાલ આવી હતી. જે તપાસ કરતા તેમાં ફોટો બીજા કોઇ વ્યક્તિનો હતો. એટલું જ નહી આ ડોક્યુમેન્ટ આધારે કોટક મહિન્દ્રાનું બેંક એકાઉન્ટ ખોલાયું હતું. જેની ચેકબુક પણ તેમના કુરિયરમાં આવી હતી. જેથી આ બાબતે સાયબર ક્રાઇમના અધિકારીઓને જાણ કરી હતી. જેના આધારે ડીસીપી સાયબર ક્રાઇમને રજૂઆત કરી હતી.

સમગ્ર કૌભાંડ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

ત્યારબાદ ટેકનીકલ સર્વલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે કરવામાં આવેલી તપાસ બાદ એક ઓર્ગોનાઇઝ્ડ ગેંગના મુકેશ ગોંડલીયા, મુકેશ ગોસ્વામી, ધીરજ પટેલ, કિસ્મત અલી કુરેશી અને કમલેશ જોશીને ઝડપી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓએ એનઆરઆઇની જમીન પચાવી પાડવા માટે સમગ્ર કાવતરૂ ઘડયું હતું. એનઆરઆઇ સિટીઝન મોટાભાગનો સમય યુકેમાં રહેતા હતા અને તેમનું ત્યાં અવસાન થયું હોવાનું માનીને જમીન પચાવી પાડવા તેમના નામના ડોક્યુમેન્ટમાં આધારકાર્ડ સુધારણા કેન્દ્રમાં જ ફેરફાર કરાવીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: અડાલજ-મહેસાણા ટોલ ટેક્સનો બહિષ્કાર, ટ્રાન્સપોટર્સ વિરોધ માટે એકઠા થયા

Back to top button