ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

હવે એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’માં સસ્તા દરે ભોજન મળશે, સાંસદ રાઘવ ચઢ્ઢાની મહેનત રંગ લાવી

Text To Speech

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : દેશના તમામ એરપોર્ટ પર મોંઘા ભોજનનો મુદ્દો ઘણા સમયથી મુસાફરો માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે. સંસદના શિયાળુ સત્રમાં, આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને એરપોર્ટ પર મોંઘા ભાવે ઉપલબ્ધ પાણી, ચા અને નાસ્તાની સમસ્યાને ઉજાગર કરી હતી.

તેમના પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે હવે સરકારે આ મુદ્દા પર ધ્યાન આપ્યું છે અને “ઉડાન યાત્રી કાફે” શરૂ કરવાનું આયોજન કર્યું છે. તેની શરૂઆત કોલકાતા એરપોર્ટથી કરવામાં આવશે, જ્યાં પોષણક્ષમ દરે ભોજન આપવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર “ઉડાન યાત્રી કાફે” શરૂ કરવામાં આવશે.

જો કે, આ એક પાયલોટ પ્રોજેક્ટ હશે, જે બાદમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના અન્ય એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે. આ કાફેમાં પાણીની બોટલ, ચા, કોફી અને નાસ્તો વ્યાજબી ભાવે મળશે, જેનાથી મુસાફરોને ઘણી રાહત થશે. સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ અંગે ખુશી વ્યક્ત કરી અને તેને સકારાત્મક પગલું ગણાવ્યું હતું.

અન્ય એરપોર્ટ પર પણ લાગુ થશે

તેમણે કહ્યું, છેવટે સરકારે સામાન્ય જનતાની હાકલ સાંભળી છે. જો કે તેની શરૂઆત કોલકાતા એરપોર્ટથી થઈ છે, પરંતુ તેઓને આશા છે કે તે ટૂંક સમયમાં દેશના અન્ય એરપોર્ટ પર પણ લાગુ કરવામાં આવશે. જે પછી અમારા લોકો હવાઈ ​​મુસાફરી કરનાર દેશના નાગરિકોએ એરપોર્ટ પર પાણી, ચા કે કોફી માટે 100-250 રૂપિયા ખર્ચવા પડશે નહીં. AAP સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય મુસાફરો માટે આ અસુવિધાજનક છે. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે મુસાફરોને વાજબી ભાવે વધુ સારી સુવિધાઓ મળે.

આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ પર મોટું અપડેટ… આ મેદાન ઉપર રમાશે ભારતના તમામ મેચ

Back to top button