ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારતે મહિલા U19 એશિયા કપનો ખિતાબ જીત્યો, ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું

  • ગોંગાડી ત્રિશાએ ફાઇનલમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરીને જોરદાર અડધી સદી ફટકારી

HD ન્યૂઝ ડેસ્ક, 22 ડિસેમ્બર: અંડર-19 મહિલા એશિયા કપનું પ્રથમ એડિશન 2024માં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. બાંગ્લાદેશની કેપ્ટન સુમૈયા અખ્તરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી આખી ભારતીય ટીમ માત્ર 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ગોંગાડી ત્રિશાએ અડધી સદી ફટકારી હતી. નાના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની મહિલા ટીમ માત્ર 76 રન બનાવી શકી હતી.

 

બાંગ્લાદેશની બેટિંગ પડી ભાંગી

બાંગ્લાદેશની મહિલા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે મોસમ્મત ઈવા ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી. બાંગ્લાદેશ માટે માત્ર બે બેટ્સમેન એવા રહ્યા છે જે બે ડિજિટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. જેમાં ફહમિદા ચોયા (18 રન) અને જુએરિયા ફિરદૌસ (22 રન)નો સમાવેશ થાય છે. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી ટકાઉ બેટિંગ કરી શકી ન હતી. બાંગ્લાદેશે 55 રનમાં માત્ર 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી તેની બેટિંગ પડી ભાંગી હતી.

આયુષી શુક્લાએ જોરદાર બોલિંગ કરી

ભારત માટે આયુષી શુક્લાએ સૌથી વધુ ત્રણ વિકેટ પોતાના નામે કરી અને તેણે તેની 3.3 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી. તેમના સિવાય પુરૂણિકા સિસોદિયા અને સોનમ યાદવે 2-2 વિકેટ પોતાના નામે કરી. આ બોલરોએ બાંગ્લાદેશના બેટ્સમેનોને મોટા સ્ટ્રોક આપ્યા નહીં અને તેના કારણે બાંગ્લાદેશની આખી ટીમ 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

19 વર્ષીય ત્રિશાએ અડધી સદી ફટકારી 

19 વર્ષની ગોંગડી ત્રિશાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ 47 બોલમાં 52 રનની ઇનિંગ રમી જેમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. કેપ્ટન નિક્કી પ્રસાદે 12 રન બનાવ્યા હતા. જ્યારે મિથિલા વિનોદે 17 રન અને આયુષી શુક્લાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી ફરઝાના એસ્મિને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Back to top button