ટ્રેન્ડિંગનેશનલ

8 વખત કારે પલટી મારી છતાં અંદર રહેલા કોઈને પણ ન પહોંચી ઈજા, જાણો ક્યાં બની આ ઘટના

Text To Speech

નાગૌર, 21 ડિસેમ્બર : રાજસ્થાનના નાગૌરમાં આવી અવિશ્વસનીય ઘટના બની, જેણે બધાને ચોંકાવી દીધા હતા. એક કારનો ભયંકર અકસ્માત થયો અને થોડી જ વારમાં 8 વખત પલટી ગઈ હતી. પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં કોઈને ઈજા પણ ન પહોંચી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

રાજસ્થાનના નાગૌરમાં નાગૌર-બીકાનેર હાઇવે પર એક ઝડપી એસયુવી એક મોટા અકસ્માતનો ભોગ બની હતી. હોન્ડા એજન્સી પાસે વાહન કાબુ બહાર પલટી મારી અનેકવાર પલટી મારીને એજન્સીના ગેટ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ગેટ તૂટી ગયો અને વાહન ત્યાં જ થંભી ગયું હતું.

અકસ્માતમાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેના કારણે અંદર રહેલા લોકોની સુરક્ષાની શક્યતાઓ ઓછી જણાતી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વાહનમાં સવાર તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે બચી ગયા હતા. અકસ્માત દરમિયાન પલટી રહેલા વાહનમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી, જેના કારણે એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે વાહનમાં આગ લાગી હોય.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેને કોઈ ચમત્કારથી ઓછું કઈ નથી માની રહ્યા. અકસ્માત દરમિયાન કારમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ કૂદીને બહાર પડી ગયો હતો. સૌ પ્રથમ તે ઉભો થયો અને સીધો એજન્સી તરફ ગયો હતો. આ પછી કારમાં સવાર બાકીના ચાર લોકો પણ સુરક્ષિત બહાર આવી ગયા હતા. એજન્સીમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અંદર આવતાં જ તેણે હસતાં હસતાં કહ્યું, મને ચા આપો.

આ પણ વાંચો :- મહારાષ્ટ્રમાં ખાતાંઓની ફાળવણી કરાઈ, જૂઓ કોને કયું ખાતું મળ્યું

Back to top button