ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

સિબ્બલના સુપ્રીમ કોર્ટના નિવેદનથી ગરમાયું રાજકારણ

Text To Speech

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા, સપાના રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના તાજેતરના કેટલાક નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટથી હવે તેમને કોઈ આશા નથી. ત્યારથી દેશનું રાજકારણ ગરમાયું છે. આ મામલે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કપિલ સિબ્બલ પર વળતો પ્રહાર કર્યો છે.

બંધારણીય સંસ્થાઓ સંપૂર્ણ સ્વાયત્તઃ રિજિજુ

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે કપિલ સિબ્બલ દ્વારા આપવામાં આવેલ નિવેદન તેમની વર્તમાન માનસિકતા સાથે સુસંગત છે. તેમણે વધુમાં કહ્યું કે દેશની અદાલતો/બંધારણીય સંસ્થાઓએ કોંગ્રેસ અને સમાન વિચારધારાના લોકોનો પક્ષ લેવો જોઈએ અથવા તેમના હિતો મુજબ કામ કરવું જોઈએ, નહીં તો તેઓ પોતે જ બંધારણીય સત્તાવાળાઓ પર હુમલો કરવાનું શરૂ કરશે.

Senior advocate Kapil Sibal
Senior advocate Kapil Sibal

શું કહ્યું હતું કપિલ સિબ્બલે ?

કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં મારી પ્રેક્ટિસના 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 50 વર્ષ પછી હું કહી રહ્યો છું કે હવે મને આ સંસ્થા પાસેથી કોઈ આશા નથી. લોકો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયો વિશે વાત કરે છે. પરંતુ જમીની સ્તરે જે થાય છે તેમાં ઘણો ફરક છે. સુપ્રીમ કોર્ટે પ્રાઈવસી પર ચુકાદો આપ્યો, પરંતુ EDના અધિકારીઓ તમારા ઘરે આવી રહ્યા છે. હવે ગોપનીયતા ક્યાં છે?

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ ટીકા કરી હતી. જેમાં કોર્ટે ગુજરાત રમખાણો (2002)માં PM મોદી અને અન્ય કેટલાકને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને નકારી કાઢવામાં આવી હતી. આ અરજી કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સિબ્બલે EDના સૌથી મોટા હથિયાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટને યથાવત રાખવા બદલ કોર્ટની ટીકા પણ કરી હતી.

Back to top button