‘પુષ્પા 2’ એ ઈતિહાસ રચ્યો, 1000 કરોડ પાર કરનારી બીજી ભારતીય ફિલ્મ બની
- બે અઠવાડિયા પછી ‘પુષ્પા 2’ એ આખરે એક મોટો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે.
21 ડિસેમ્બર, ચેન્નઈઃ એક્ટર અલ્લુ અર્જુના ફાયરનો ક્રેઝ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ‘પુષ્પા 2’ દરરોજ કમાણીના મામલામાં નવા રેકોર્ડ બનાવી રહી છે. માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ આ ફિલ્મનો ક્રેઝ દર્શકોને દિવાના બનાવી રહ્યો છે. બે અઠવાડિયા પછી ‘પુષ્પા 2’ એ આખરે એક મોટો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે.
આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ દેશ-વિદેશમાં શાનદાર ઓપનિંગ સાથે રિલીઝ થઈ હતી. પેન ઈન્ડિયાની પુષ્પા 2 તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. મૂળ ફિલ્મ તેલુગુમાં છે, પરંતુ તેનું હિન્દી વર્ઝન સૌથી વધુ કમાણી કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે. અહીં કુલ 632 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે, જેણે શાહરૂખ ખાનની ‘જવાન’ને પાછળ છોડી દીધી છે. ભારતીય બોક્સ ઓફિસ પર તેનો દબદબો હજુ પણ ચાલુ છે. પુષ્પા 2 હવે તેની રિલીઝ પછી ત્રીજા સપ્તાહમાં પહોંચી ગઈ છે, પરંતુ નોટો છાપવાનું હજુ પણ બંધ થયું નથી.
Box Office: #Pushpa2 Joins #Baahubali2 As The Only Films To Top 1000 Crore Net Collectionhttps://t.co/3zbD27Nm8M
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 21, 2024
- Sacnilk વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેના ત્રીજા શુક્રવારે અંદાજે 12.11 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે પછી તેનું કુલ કલેક્શન અંદાજે 1002.71 કરોડ રૂપિયા થઈ ગયું છે.
- ફિલ્મે પ્રથમ સપ્તાહમાં રૂ. 725.8 કરોડ અને બીજા સપ્તાહમાં રૂ. 264.8 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. પુષ્પા 2: ધ રૂલ ખાસ કરીને હિન્દીમાં સારો દેખાવ કરી રહી છે.
- વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે તેની રિલીઝના 14 દિવસમાં દુનિયાભરમાં 1500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે પુષ્પા 2 હજુ પણ બાહુબલી 2: ધ કન્ક્લુઝનના ભારતીય કલેક્શનને માત આપવાની રેસમાં છે.
View this post on Instagram
રિપોર્ટ્સ અનુસાર, ‘પુષ્પા 2’ લગભગ 500 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી છે. આ ફિલ્મ 2021ની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ ભાગ છે, જેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ભાગમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ ;સિંઘમ અગેઈન આખરે OTT પર થઈ રિલીઝ, જુઓ ક્યાં જોઈ શકશો?
આ પણ વાંચોઃ Look Back 2024: અનંત રાધિકાના લગ્નથી રતન ટાટાનું નિધન, જાણો આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ શું થયું?
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ