ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દાલ સરોવરમાં બરફ જામવાની થઈ શરૂઆત, જૂઓ શાનદાર વીડિયો

Text To Speech

શ્રીનગર, તા.21 ડિસેમ્બર, 2024: કાશ્મીર કડકડતી ઠંડી પડી રહી છે. સતત ઘટી રહેલા તાપમાનને કારણે દાલ સરોવરના કેટલાક ભાગો થીજી ગયા છે. શ્રીનગરથી દાલ સરોવરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સરોવરનો કેટલોક ભાગ થીજી ગયેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરામાં આવ્યો છે.

શ્રીનગર ઉપરાંત પહેલગામ, ગુલમર્ગ અને લદ્દાખમાં પણ ઠંડીનું મોજું જોવા મળી રહ્યું છે. 21 ડિસેમ્બરથી શરૂ થયેલા ચિલ્લે કલાંને પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ બીજી તરફ અહીંનો નજારો પણ બધે જ બરફના કારણે સુંદર છે.

શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. જેના કારણે દાલ સરોવરના કેટલાક ભાગો સહિત કાશ્મીરમાં અનેક ભાગોમાં બરફના પડ જામી ગયા છે. આજે સવારે દાલ સરોવર પર બરફનો જાડો પડ જોવા મળ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આજથી ચિલ્લે કલાંનો યુગ પણ શરૂ થઈ રહ્યો છે. આ એક ફારસી શબ્દ છે અને હિન્દીમાં તેનો અર્થ ખૂબ જ ઠંડો થાય છે. ચિલ્લે કલાં હેઠળ, આગામી 40 દિવસ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થશે અને અનંતનાગ, શોપિયાં, પહલગામ ગુલમર્ગ, કાશ્મીર ખીણમાં પારો માઇનસ 10 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.

તેથી, જમ્મુ અને કાશ્મીર ઉચ્ચ શિક્ષણ વિભાગે કોલેજોમાં શિયાળાની રજા જાહેર કરી છે. કાશ્મીરમાં સરકારી કોલેજો અને જમ્મુમાં વિન્ટર ઝોન કોલેજો 27 ડિસેમ્બરથી 14 ફેબ્રુઆરી, 2025 સુધી બંધ રહેશે. જમ્મુમાં સમર ઝોન કોલેજો 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી, 2025 સુધી બંધ રહેશે. કાશ્મીર અને જમ્મુ ડિવિઝનના વિન્ટર ઝોનમાં શાળાઓ પહેલેથી જ બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં આજથી ચિલ્લે કલાં શરૂ, જાણો શું તેનો અર્થ

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button