ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MP: દેવાસમાં રહેણાંક મકાનમાં લાગી આગ, પતિ-પત્ની સહિત 4 લોકોનાં મૃત્યુ

Text To Speech

ભોપાલ, તા.21 ડિસેમ્બર, 2024: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 લોકોનાં મૃત્યુ થયા હતા. ઘટના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં બની હતી. સૂચના મળતા જ સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડે ઘણી મહેનત કરી હતી. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સામેલછે. મકાનમાં નીચેના માળે ડેરી હતી. જેમાં આગ લાગી હતી અને બાદમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

થોડીવારમાં જ સમગ્ર બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી. બીજા માળે રહેતા પતિ-પત્ની અને બે બાળકોના દર્દનાક મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ દિનેશ, તેના પત્ની ગાયત્રી, પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગ તરીકે થઈ છે. મકાનમાં નીચેના માળે દિનેશ ડેરી ચલાવતો  હતો. આગનું કારણ જાણવા મળ્યું નથી.

દેવાસ પોલીસ અધિક્ષક પુનીત ગહલોતે જણાવ્યું કે,જે મકાનમાં આગ લાગી તે મદન સોલંકીનું છે. ઘટના શનિવારે સવારે 4 થી 4.30 કલાક વચ્ચે બની હતી. મૃતહેદોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં આજથી ચિલ્લે કલાં શરૂ, જાણો શું છે તેનો અર્થ

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button