ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાંથી 12 કિલો ગાંજા સાથે મોરબીનો યુવાન ઝડપાયો

Text To Speech
  • યુવતીએ બેંગકોક ફરવાની ટિકિટ બુક કરાવી
  • 3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું
  • એક ટ્રીપના 70 હજાર આપવાની ડીલ થઇ હતી

અમદાવાદ શહેરમાંથી 12 કિલો ગાંજા સાથે મોરબીનો યુવાન ઝડપાયો છે. શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર વટવા રોપડા ચેક પોસ્ટ નજીકથી વટવા પોલીસે એક યુવકને રૂપિયા 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપીને મહત્ત્વની સફળતા મેળવી છે.

3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું

ઝડપાયેલો યુવક મોરબીનો રહેવાસી હતો અને એક યુવતીએ તેને તેમજ અન્ય એક યુવકને બેંગકોક મોકલીને ત્યાંથી હાઇબ્રીડ ગાંજો લઇને ગુજરાતમાં એક વ્યક્તિને પહોંચાડવાનું કામ સોંપ્યુ હતું. જે બેંગકોકથી મુંબઇ એરપોર્ટ ઉતરીને બસમાં ગુજરાત આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવતીએ બેંગકોક ફરવાની ટિકિટ બુક કરાવી

વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ પર રાતના સમયે એક યુવક મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવશે. જેના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા અને તેમના સ્ટાફે વટવા રીંગ રોડ વોચ ગોઠવીને 30 વર્ષીય યોગેશ દશાડિયાને ઝડપીને તેની બેગમાં તપાસ કરતા પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયેલા 24 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા પાર્સલમાં 3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું.

એક ટ્રીપના 70 હજાર આપવાની ડીલ થઇ હતી

આ અંગે યોગેશે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે, ‘ઓનલાઇન સાઇટ દ્વારા મારો પરિચય સાયલી નામની યુવતી સાથે થયો હતો. તેણે મારી સાથે મિત્રતા કેળવીને મને બેંગકોક પતાયા ખાતે ફરવા જઇને ત્યાંથી એક બેગ લઇને આવવાનું જણાવ્યું હતુ. આ ટ્રીપના 70 હજાર આપવાની ડીલ કરીને સાયલીએ મારી અને નાસિકમાં રહેતા પ્રિતમની બેગકોક જવાની બે એર ટિકિટ બુક કરી હતી. જેથી 14મી ડિસેમ્બરે અમદાવાદથી પતાયા ગયા જ્યાં બંનેને પતાયાની બેલા એક્સપ્રેસ હોટલમાં રોકાયા હતા. ત્યાથી 16મી ડિસેમ્બર એરપોર્ટથી મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટ આવ્યા હતા. જ્યાંથી પ્રિતમ નાસિક કોલ્હાપુર ગયો હતો. જ્યારે હું બંને બેગ લઇને ટ્રાવેલ્સમાં મુંબઇથી અમદાવાદ આવવા નીકળ્યો હતો.’

Back to top button