અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષસંવાદનો હેલ્લારો

અમદાવાદમાં આજથી સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2024: ભારતમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને તેનો પ્રભાવ કદી ઓછો થયો નહોતો. બસ વચ્ચે થોડાં વર્ષ એવા આવી ગયાં જે દરમિયાન સંસ્કૃતને જોઇએ એવું મહત્ત્વ ન મળ્યું. જોકે હવે ફરી સંસ્કૃતની બોલબાલા અને લોકચાહના વધી રહી છે. આ માટે વિવિધ સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંસ્કૃત પ્રત્યે લોકોનો રસ જળવાઈ રહે અને નવી પેઢી આપણી આ પોતીકી ભાષાને વધારે સારી રીતે ઓળખે અને માણે તે માટે ગત નવરાત્રી દરમિયાન શહેરમાં સંસ્કૃત ગરબા પણ થયા હતા. અને હવે આજથી બે દિવસ માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થયું છે. સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આ ત્રીજું વર્ષ છે.

સંસ્કૃત ભાષાની મહત્તા વિશ્વભરમાં સ્વીકૃત થઈ રહી છે. આપણી આ અત્યંત સમૃદ્ધ એવી ભાષાના પ્રચાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃત અકેડેમી અને સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ્ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ (શિવાનંદ આશ્રમ) અને સંસ્કૃત સાહિત્ય અકેડેમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત લિટ્રેચર ફેસ્ટીવલનું બે દિવસનું આયોજન થઈ રહ્યું છે.

તા. ૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં સેટેલાઈટ રોડ પર, રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આ ફેસ્ટીવલના પ્રથમ દિવસે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ (અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ), ડો. હર્ષદ પટેલ ( કુલપતિ ગૂજરાત વિદ્યાપીઠ ) શ્રી રવીન્દ્ર ખતાળે (કમિશનર, મ્યુનિસિપાલિટી અમદાવાદ), ડૉ. ભાગ્યેશ ઝા (અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકેડેમી) સંસ્કૃતભાષાને લગતા જુદા જુદા વિષયો ઉપર પ્રવચનો આપશે. આ પ્રસંગે તારીખ ૨૧ના રોજ સાંજે ૬.૩૦ વાગે સંસ્કૃત સંગીતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ - HDNews

તા. ૨૨ ડિસેમ્બરના રોજ આ ફેસ્ટિવલના બીજા દિવસે ડૉ. હિમાંશુ જોશી (વૈધ – આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ તથા સંશોધન કેન્દ્ર, પાટણ) આયુર્વેદો પંચમો વેદ:, ડૉ. અવની જોશી (વૈધ – શતાયુ વૈદિક ગર્ભ સંસ્કાર તથા સંશોધન કેન્દ્ર , પાટણ) જ્યોતિષામયનં ચક્ષુ: વિશે, શ્રી મહારુદ્ર શર્મા (લેખક, ગીતકાર અને અભિનેતા) Talk Of Sanskrit Short Film, ડૉ. નારાયણદત્ત મિશ્રા (સંસ્કૃત પત્રકાર) સિનેમા અને સંસ્કૃત વિશે, ડૉ. મહેશ ચંપકલાલ (સન્માનનીય પ્રોફેસર – ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામા એમ. એસ યુનિવર્સિટી, વડોદરા ) ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર વર્તમાન પરિપેક્ષ વિશે, શ્રી ભાર્ગવ ઠક્કર (સંસ્કૃત રંગકર્મી, પૂર્વછાત્ર રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, દિલ્હી) ભરતકા રંગમંડપ વિશે તેમજ બાળકો માટે Value Education through Sanskrit વિશે વિભિન્ન વ્યાખ્યાનો પ્રસ્તુત કરવામાં આવશે. આ પ્રસંગે તારીખ ૨૨ ડિસેમ્બર રવિવારના રોજ સાંજે ૬.૩૦ વાગે સંસ્કૃત નાટક દૂતવાક્યમ્- નું મંચન પણ થશે.

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ - HDNews

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ - HDNews

આમ બે દિવસના વિવિધતાથી ભરપૂર જ્ઞાનવર્ધક અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા આયોજકો તરફથી ભાવભીનું આમત્રંણ છે. સંસ્કૃત ભાષાના પ્રચાર માટેના અવિરત પ્રયત્નો એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ્ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયા કરે છે. એમાં સુજ્ઞ નગરજનો અચૂક પધારશો. આ ફેસ્ટીવલમાં પ્રવેશ નિઃશુલ્ક છે. આ સમગ્ર સંસ્કૃત લિટ્રેચર ફેસ્ટીવલનો સમય બપોરના ૧.૦૦ વાગ્યાથી રાત્રિના ૮.૦૦ વાગ્યા સુધીનો રહેશે.

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ - HDNews

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ - HDNews

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ - HDNews

આ પણ વાંચોઃ ભારત ગૌરવ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રતિભાઓને કરી સન્માનિત

Back to top button