ટ્રાવેલટ્રેન્ડિંગ

ન્યુ યર સેલિબ્રેશન માટે ગોવા કેમ છે લોકોની પહેલી પસંદ? પાર્ટી લવર્સ જાણો

  • ન્યુ યર સેલિબ્રેશન માટે ગોવા કેમ જવું તેની પાછળ અનેક કારણો છે. એક તો ગોવામાં નવા વર્ષની ઉજવણી સૌથી ખાસ હોય છે અને ડિસેમ્બર શરૂ થતાની સાથે અહીં લોકો આવવા લાગે છે

HD ન્યુઝ ડેસ્કઃ ગોવા ભારતમાં એક એવું સ્થળ છે, જે નાઈટલાઈફનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગોવાના આયોજનને લઈને ઘણા મીમ્સ પણ બનાવવામાં આવે છે. કેમકે મોટાભાગના પાર્ટી લવર્સ નવા વર્ષના સેલિબ્રેશન માટે ગોવા જવાનું પસંદ કરતા હોય છે, જોકે દરેક વ્યક્તિ જઈ શકતી નથી. શું તમારી સાથે પણ આવું થાય છે તો આવી સ્થિતિમાં તમે નવા વર્ષ પર ગોવા જવાનું આયોજન કરી શકો છો. ન્યુ યર સેલિબ્રેશન માટે ગોવા કેમ જવું તેની પાછળ અનેક કારણો છે. ગોવામાં નવા વર્ષની ઉજવણી સૌથી ખાસ હોય છે. ડિસેમ્બર આવતાની સાથે જ અહીં લોકોની ભીડ જામવા લાગે છે. જાણો ગોવા ન્યુ યર સેલિબ્રેશન માટે લોકોની પહેલી પસંદ કેમ છે.

1) બીચ પાર્ટીઓ

બાગા, કૈલંગુટ, અંજુના અને પાલોલેમ બીચ 31મી ડિસેમ્બરે સૌથી વધુ સક્રિય છે. લોકો આ બીચ પર બનેલી હટ રેસ્ટોરાંમાં પાર્ટી કરે છે અને ભરપૂર આનંદ માણે છે. નવા વર્ષની આગલી રાતે ગોવામાં શ્રેષ્ઠ પાર્ટીઓ થાય છે, મધ્યરાત્રિએ ભવ્ય આતશબાજી થાય છે. જો તમે પાર્ટી કરવાના શોખીન છો તો તમારે ન્યુ યર પાર્ટી માટે અહીં ચોક્કસ જવું જોઈએ.

2) કલ્ચરલ પર્ફોર્મન્સ

ગોવામાં નવા વર્ષની ઉજવણીમાં પરંપરાગત કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શનનો થાય છે. આ માટે પબ્લિક પ્લેસ પર સ્ટેજ તૈયાર કરવામાં આવે છે અને લોક કલાકારોને ભીડની સામે પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ડીજે પાર્ટીઓ પણ હોય છે.

ન્યુ યર સેલિબ્રેશન માટે ગોવા કેમ છે લોકોની પહેલી પસંદ? પાર્ટી લવર્સ જાણો hum dekhenge news

3) મ્યુઝિક ફેસ્ટિવલ

નવું વર્ષ એ સમય છે જ્યારે દરેક વ્યક્તિ પાર્ટી મોડ અને મુડમાં હોય છે. ગોવામાં નવા વર્ષની પાર્ટીઓ સાથે કેટલાક તહેવારોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં સનબર્ન ફેસ્ટિવલનો સમાવેશ થાય છે. દેશના ઘણા મોટા કલાકારો અને આંતરરાષ્ટ્રીય ડીજે આ ફેસ્ટિવલમાં આવે છે અને તેમના ઓડિયન્સ માટે મજેદાર મ્યુઝિક પ્લે કરે છે.

4) ક્રૂઝની પોતાની મજા

માંડોવી નદીના કિનારે તરતા કેસિનો નવા વર્ષને આવકારવાની એક અલગ અને આકર્ષક રીત છે. પણજીમાં ઘણા કેસિનો છે, જ્યાં તમે 31મી ડિસેમ્બરની સાંજે મુલાકાત લઈ શકો છો અને નવા વર્ષનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરી શકો છો.

5) મિડનાઈટ માસ

ગોવામાં ચર્ચો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરે મિડનાઈટ માસનું આયોજન કરે છે. આ એક પરંપરા છે જેને સ્થાનિક લોકો ગોવામાં શ્રેષ્ઠ નવા વર્ષની ઉજવણી તરીકે માને છે. જૂના ગોવાના ચર્ચો પાસે સ્થાનિકો અને પ્રવાસીઓ બંનેની સૌથી મોટી ભીડ જોવા મળે છે. લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા અને દરેક વસ્તુ માટે ભગવાનનો આભાર માનવા માટે ભેગા થાય છે.

આ પણ વાંચોઃ ભંગારમાંથી ગાડી આવી રે ઓ દરિયા લાલા/ Uber કેબ બુક કરાવવી ભારે પડી, પોસ્ટ થઈ વાયરલ

આ પણ વાંચોઃ આ છે ભારતના 5 સૌથી સુંદર બીચ, એકવાર જરૂર લેજો મુલાકાત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button