ટ્રેન્ડિંગબિઝનેસ

આવતા મહિનાથી મોંઘી થશે Hondaની કાર, આ કંપનીઓ પણ વધારશે કિંમત

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  હોન્ડા કાર્સ ઈન્ડિયાએ આવતા વર્ષે જાન્યુઆરીથી તેના તમામ મોડલની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી. કંપની સ્થાનિક બજારમાં અમેઝ, સિટી અને એલિવેટ જેવા મોડલનું વેચાણ કરે છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ અને વેચાણ) કુણાલ બહલે જણાવ્યું હતું કે ઓટો ઉત્પાદક જાન્યુઆરી 2025ની શરૂઆતથી તેના મોડલની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. બહલે જણાવ્યું હતું કે, કાચા માલના ખર્ચ અને લોજિસ્ટિક્સમાં સતત વધારો થવાને કારણે આનો થોડો બોજ નવા વર્ષથી ભાવ સુધારણા દ્વારા ગ્રાહકોને આપવામાં આવશે. મારુતી સુઝુકી, હુંદે અને ટાટા મોટર્સ સહિત વિભિન્ન કાર મેન્યૂફેક્ચરર કંપનીઓ પહેલેથી જ કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

ટાટાના વાહનો મોંઘા થશે
ટાટા મોટર્સે તાજેતરમાં જાન્યુઆરી 1, 2025 થી તેના ટ્રક અને બસો માટે 2 ટકા સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે આ વધારો ઇનપુટ કોસ્ટમાં વધતા દબાણને કારણે થયો છે. જોકે, કંપનીએ એમ પણ કહ્યું છે કે કિંમતમાં વધારો મોડલ પ્રમાણે બદલાશે અને ટ્રક અને બસની સમગ્ર રેન્જ પર લાગુ પડશે.

આ કંપનીઓ પણ ભાવ વધારી રહી છે
Hyundai Motor India 1 જાન્યુઆરી, 2025 થી તેની મોડલ રેન્જની કિંમતોમાં રૂ. 25,000 સુધીનો વધારો કરવાનું વિચારી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જાન્યુઆરીથી તેની એસયુવી અને કોમર્શિયલ વાહનોની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે મોંઘવારી અને ચીજવસ્તુઓની વધેલી કિંમતોને કારણે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ એડજસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. JSW MG મોટર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે આવતા મહિનાથી તેની સમગ્ર મોડલ રેન્જના ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરશે. કંપનીએ કહ્યું કે કિંમતોમાં આ વધારો સતત વધી રહેલા ઇનપુટ ખર્ચ અને અન્ય બાહ્ય પરિબળોનું પરિણામ છે. Altoના 10થી લઈને ઈનવિક્ટો સુધીના મોડલવેચવાવાળી કંપનીએ કહ્યું કે તે વધતા ઈનપુટ ખર્ચ અને ઓપરેટિંગ ખર્ચને ધ્યાનમાં રાખીને કિંમતોમાં વધારો કરી રહી છે.

આ પણ વાંચો : મેરઠમાં શિવ મહાપુરાણની કથા દરમિયાન નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ

Back to top button