ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતમાં આજથી સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ, કિંજલ દવેનું લાઈવ પરફોર્મન્સ

  • આ વર્ષે 3 લાખ જેટલા નાગરીકો બીચ ફેસ્ટિવલમાં આવશે અને વિવિધ આકર્ષણોનો આનંદ માણશે: કલેકટર

સુરત, 20 ડિસેમ્બર: સુરત શહેરમાં આજથી ત્રીદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે. સાંજે 4.30 વાગ્યે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કિંજલ દવે દ્વારા આજે શુક્રવારે સાંજે લાઇવ પરફોર્મન્સ કરવામાં આવશે. સુવાલી બીચ ફેસ્ટિવલમાં અનેક વિશેષ આકર્ષણોનો પણ લાભ લઇ શકાશે. ફેસ્ટિવલમાં જવા માટે ST વિભાગ દ્વારા દર અડધો કલાકના અંતરે અડાજણ અને ઓલપાડથી બસ સેવા શરૂ કરવામાં આવી છે તેમજ સિટી બસની સેવા 26 સ્થળોએથી મળી રહેશે. કલેક્ટર સૌરભ પારઘીના જણાવ્યા અનુસાર, આ વર્ષે 3 લાખ જેટલા નાગરીકો આ બીચ ફેસ્ટિવલમાં આવશે અને વિવિધ આકર્ષણોનો આનંદ માણશે.

 

કલેક્ટર સૌરભ પારઘીએ જનતાને અપીલ કરી

કલેક્ટર સૌરભ પારઘીએ જનતાને અપીલ કરી છે કે, સુવાલી આજથી શરૂ થઇ રહેલા બીચ ફેસ્ટિવલમાં આપ મોટી સંખ્યામાં આવો. ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે એક ખૂબ જ સારી તક છે. જેમાં રાજ્યકક્ષા, લોકલકક્ષા અને બધા જ જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સ કરવાના છીએ. ત્યાં અલગ-અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને રમતનું પણ આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે.

સૌરભ પારઘીએ વધુમાં કહ્યું કે, લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટીમેટ કરીએ છીએ કે 3 લાખથી વધુ લોકો જે છે તે આ ફેસ્ટિવલનો આણંદ લેશે. તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો. આપની સરળતા માટે સિટી લિંક્સની 26 બસો અને ST વિભાગની અલગ-અલગ જગ્યાએથી બસો છે જે દરેક સમયે મળી રહેશે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે તેમજ સેફ્ટી, સિક્યોરિટીના બધા ફીચર્સ સાથે આપણે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

સુંવાલી બીચ ફેસ્ટિવલ

20થી 22 ડિસેમ્બરનો વિશેષ કાર્યક્રમ

  • 20 ડિસેમ્બરઃ સાંજે 4.30 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ
  • 20 ડિસેમ્બરઃ સાંજે 5.30 વાગ્યે કિંજલ દવેનું લાઇવ પરફોર્મન્સ
  • 21 ડિસેમ્બરઃ સાંજે 5.30 વાગ્યે ગોપાલ સાધુનો લોક ડાયરો
  • 22 ડિસેમ્બરઃ સાંજે 6 વાગ્યે પંકજ અગ્રવાતની ગઝલ સંઘ્યા
  • 22 ડિસેમ્બરઃ સાંજે 7 વાગ્યે બેન્ડ લાઇવ પરફોર્મન્સ
  • 22 ડિસેમ્બરઃ રાત્રે 9 વાગ્યે સમાપન સમારોહ

બીચ ફેસ્ટિવલ નિહાળવા માટેની જરૂરી વાહન વ્યવસ્થા

  1. બસ વ્યવસ્થા: દર અડધો કલાકે અડાજણ ડેપોથી સુવાલી માટે સુરત STની બસ ઉપડશે તેમજ ઓલપાડ ડેપોથી પણ બસ ઉપડશે.
  2. સિટી બસ: વરિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ, ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ, કામરેજ ચાર રસ્તા, ઉધના ત્રણ રસ્તા, પાલ, ચોક ગાંધીબાગ, ભેસ્તાન ચાર રસ્તા, પાંડેસરા પીયૂષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારીયાથી બસ ઉપડશે.

વિશેષ આકર્ષણો શું છે?

  1. ફુડ કોર્ટ
  2. ક્રાફટ સ્ટોલ
  3. સેલ્ફી પોઈન્ટ
  4. સાંસ્કૃતિક કાર્યક્રમો
  5. વિવિધ રમત-ગમતો
  6. સાહસિક પ્રવૃત્તિઓ (ટગ ઓફ વોર, ઊંટ સવારી, ઘોડે સવારી, ટાયર ક્લાઈમ્બગ વગેરે)

આ પણ જૂઓ: CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનનું આયોજન

Back to top button