ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સ્ટાઈલ સાથે ઓફરોડિંગની મજા! Heroએ XPulse 200નું નવું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું

  • આ બાઇક આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ કરવામાં આવ્યું છે

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: Hero MotoCorpએ ભારતીય બજારમાં XPulse 200 4V પ્રો ડકાર એડિશન લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 1.67 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ નવી બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. નવું ડકાર એડિશન Xpulse 200 4V અને Xpulse 200 4V પ્રો સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે. જેની કિંમત અનુક્રમે રૂ. 1.51 લાખ અને રૂ. 1.64 લાખ (એક્સ-શોરૂમ) છે.

કંપનીએ Hero XPulse 200ના આ નવા ડકાર એડિશનમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કર્યા છે. જે તેના લુક અને ડિઝાઇનને થોડું વધુ સારું બનાવે છે. આ નવા ડકાર એડિશનનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે ગ્રાહકો 10,000 રૂપિયાની રકમમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે.

ડકાર એડિશનમાં શું ખાસ છે?

મહત્ત્વપૂર્ણ છે કે, ઓટોમોબાઈલ રેસિંગની દુનિયામાં આ ડકાર રેલી (Dakar Rally) ખૂબ જ પ્રખ્યાત છે. મૂળભૂત રીતે આ નવું એડિશન ફક્ત Xpulse 200 4V Pro પર આધારિત છે, પરંતુ કંપનીએ તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કર્યા છે જેનાથી તેનો લુક થોડો સારો થઈ ગયો છે. બાઇકને ડકારથી પ્રેરિત સ્પેશિયલ પેઇન્ટ સ્કીમ આપવામાં આવી છે.

બાઇકની ફ્યુઅલ ટેન્ક પર ‘Dakar’ લોગો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, બ્રાન્ડે ટેન્ક પરના ગ્રાફિક્સમાં કંપાસ કોઓર્ડિનેટ્સ પણ આપ્યા છે જે કદાચ જણાવે છે કે, સાઉદી અરેબિયામાં ડકાર રેલી ક્યાં થાય છે. શરૂઆતમાં, પેરિસ, ફ્રાંસથી ડકાર અને સેનેગલ (આફ્રિકન ખંડ પર સેનેગલની રાજધાની) સુધી ડકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 2020થી તેનું આયોજન સાઉદી અરેબિયામાં કરવામાં આવી રહ્યું છે.

પવાર અને પરફોર્મન્સ:

આ સ્પેશિયલ એડિશનના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં, કંપનીએ 199 CC ક્ષમતાના સિંગલ-સિલિન્ડર એર/ઓઇલ કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 18.9 bhpનો પાવર અને 17.35 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

બાઇકનું હાર્ડવેર મોટાભાગે Xpulse Pro વેરિયન્ટમાંથી લેવામાં આવ્યું છે. જો કે, તે હવે નોબી ઓફ-રોડ ટાયર સાથે આવે છે. જે તેને ખરાબ રસ્તાઓ પર દોડવામાં મદદ કરે છે. ડકાર રેલીથી પ્રેરિત બાઇકની પ્રથમ શરત ઓછામાં ઓછી એ હોવી જોઈએ કે તે ઉત્તમ ઓફ-રોડિંગ ટાયરથી સજ્જ હોય. આ બાઇકમાં સ્પોક વ્હીલ્સ છે જેમાં ટ્યુબલેસ ટાયર ઉપલબ્ધ નથી.

તેમાં એડજસ્ટેબલ ફ્રન્ટ સસ્પેન્શન પણ છે. આ બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ 270 mm છે. બ્રેકિંગની જવાબદારી બાઇકના બંને છેડે આપવામાં આવેલ ડિસ્ક બ્રેકની છે. તે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને 3 રાઈડ મોડ: રોડ, ઓફ-રોડ અને રેલી સાથે આપવામાં આવી રહી છે. સુવિધાઓની સૂચિમાં USB ચાર્જર, રેલી-સ્ટાઈલ વિન્ડશિલ્ડ અને ક્લોઝ્ડ-લૂપ નકલ ગાર્ડ્સનો સમાવેશ થાય છે.

Back to top button