Video: અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે શું કહ્યું, PIBએ કર્યું ફેક્ટ ચેક
નવી દિલ્હી, તા.20 ડિસેમ્બર, 2024: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર અંગેના તેમના નિવેદનને તોડવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ સપનામાં પણ બંધારણના નિર્માતાનું અપમાન કરી શકતા નથી.
ગુરુવારે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે ગૃહપ્રધાનના ભાષણનો વીડિયો એડિટ કર્યો હતો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ મામલે તપાસ શરૂ ફેક્ટ ચેક કર્યુ હતું.
વિપક્ષે અમિત શાહના સંબોધનનો એક વીડિયો જારી કર્યો હતો, જેમાં ગૃહ પ્રધાનને વિપક્ષ પર કટાક્ષ કરતા સાંભળી શકાય છે, “એક ફેશન હમણાં જ બની છે-આંબેડકર, આંબેડકર… જો તમે આ નામ લેશો, તો તમને સાત જન્મ માટે સ્વર્ગ મળશે.’
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે કહ્યું હતું કે વિપક્ષ ગૃહ પ્રધાનની ટિપ્પણીને તોડી-મરોડીને રજૂ કરી રહ્યો છે. રિજિજુએ સંસદ ભવન પરિસરમાં પત્રકારોને કહ્યું, ” રાજ્યસભામાં શાહના ભાષણની એક ટૂંકી ક્લિપ પ્રસારિત કરવામાં આવી રહી છે, જેમાં તેમણે જે કહ્યું તેને વિકૃત કરવામાં આવ્યું છે. એ વાત ખોટી છે. હું તેની નિંદા કરું છું.’
પીઆઈબીના ફેક્ટ ચેક વિભાગે આ સંબંધમાં એક વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પર વાંધાજનક નિવેદન આપ્યું છે. પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે આ દાવો ભ્રામક છે.
सोशल मीडिया पर दावा किया जा रहा है कि राज्यसभा में केंद्रीय मंत्री @AmitShah द्वारा बाबा साहब डॉ. भीमराव अंबेडकर पर आपत्तिजनक बयान दिया गया है #PIBFactCheck
✅यह दावा भ्रामक है |
✅क्लिप्ड वीडियो में केन्द्रीय मंत्री के भाषण के चुनिंदा हिस्से को गलत तरीके से पेश किया गया है | pic.twitter.com/wvjYfpDB8K
— PIB Fact Check (@PIBFactCheck) December 18, 2024
વીડિયોમાં કેન્દ્રીય પ્રધાનના ભાષણના અમુક ભાગોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર અંગેના તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ સપનામાં પણ બંધારણના નિર્માતાનું અપમાન કરી શકતા નથી. એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે જે રીતે તથ્યોને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે. હું તેની નિંદા કરવા માંગુ છું.
કોંગ્રેસે હંમેશા ન્યાયતંત્રનું અપમાન કર્યું છે. કોંગ્રેસે સેનાના શહીદોને અપમાનિત કર્યા અને ભારતના બંધારણને તોડી અન્ય દેશોને આપવાની હિંમત કરી હતી. જ્યારે આ આખું સત્ય ખુલ્લું પડ્યું છે, ત્યારથી કોંગ્રેસે પાયાવિહોણી વાતો શરૂ કરી છે. શાહે કહ્યું કે તેઓ એવી પાર્ટીમાંથી આવે છે જે સપનામાં પણ બાબાસાહેબનું અપમાન કરી શકતી નથી.
આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે દુષ્કર્મના આરોપીને 1500 કિમી પીછો કરીને સુરતથી દબોચ્યો, જાણો વિગત