દિલ્હી પોલીસે દુષ્કર્મના આરોપીને 1500 કિમી પીછો કરીને સુરતથી દબોચ્યો, જાણો વિગત
સુરત, તા.20 ડિસેમ્બર, 2024: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ ટીમે દુષ્કર્મના એક આરોપીને 1500 કિલોમીટર સુધી પીછો કરીને ગુજરાતના સુરતથી ઝડપી લીધો હતો. 25 વર્ષીય આરોપીનું નામ કુલદીપ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, એફઆઈઆર નોંધાયા બાદથી કુલદીપ ફરાર હતો. તેને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોક 16 ડિસેમ્બરના રોજ આરોપી સુરતના જય અંબે નગરમાં છુપાયો હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. જે બાદ પોલીસે આવીને વૉચ ગોઠવી હતી અને આરોપી તે જ હોવાની પુષ્ટિ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મામલો
દિલ્હીના બાગવાન પુરામાં કામ કરતી મહિલાએ આરોપી કુલદીપ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અને પીડિતા વચ્ચે મિત્રતા હતી અને બંને સાથે કામ કરતા હતા. જેનો ફાયદો ઉઠાવી કુલદીપે કથિત રીતે તેને નશીલો પદાર્થ આપીને દુષ્કર્મ કર્યું હતું. તેમજ અશ્લીલ ફોટા અને વીડિયો લઇ લીધા હતા. આ ફોટો અને વીડિયા દ્વારા તે મહિલાને બ્લેકમેલ કરીને શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.
દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું, ફરિયાદકર્તા બાગવાન પુરામાં કામ કરે છે અને આરોપી પણ તે જ્યાં કામ કરતી હતી ત્યાં કામ કરતો હતો. બંને વચ્ચે મિત્રતા હતી. તેનો ગેરફાયદો ઉઠાવી મહિલાને નશીલો પદાર્થ ખવરાવી દુષ્કર્મ કર્યુ હતું અને અશ્લીલ ફોટા તથા વીડિયો બનાવી લીધો હતો. આ રેકોર્ડિંગ પીડિતાને બતાવી બ્લેકમેલ કરતો હતો અને શારીરીક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. પીડિતાએ હિંમત એકઠી કરીને પોલીસને સમગ્ર જાણકારી આપી હતી અને ફરિયાદ નોંધાવી હદતી. જે અંગે બાદલી પોલીસ સ્ટેશનમાં મામલો નોંધવામાં આવ્યો હતો.
આરોપી ક્યાંનો છે રહેવાસી
દિલ્હીના બવાનામાં રહેતો કુલદીપ મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાનો રહેવાસી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 5-6 વર્ષથી દિલ્હીમાં રહેતો હતો અને હાલ સુરતની એક ફેક્ટરીમાં વેલ્ડરનું કામ કરતો હતો. તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. જેમાં મહિલાને બ્લેકમેલ કરતાં અશ્લીલ વીડિયો અને ફોટા છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનમાં પેટ્રોલ પંપ પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 5 લોકો ભડથું થઈ ગયા