ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં પેટ્રોલ પંપ પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 5 લોકો ભડથું થઈ ગયા

જયપુર, તા.20 ડિસેમ્બર, 2024: રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પર સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 5 લોકોના આગની લપેટમાં આવવાથી મૃત્યુ થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ક્યાં બની ઘટના

આ ઘટના જયપુરના ભાંકરોટા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર બની હતી. અહીં એક પંપ પર સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા અને 29થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે એસ. એમ. એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પેટ્રોલ પંપ પર સીએનજી ટેન્કર ખાલી કરતી વખતે કોઈ કારણોસર આગ લાગી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી.

મુખ્યમંત્રીએ ઘાયલોની લીધી મુલાકાત

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એસએમએસ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. ઘાયલો પૈકી ઘણા લોકોની હાલત ગંભીર છે અને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે. એસએમએસ મેડિકલ કોલેજના આચાર્ય ડૉ. દીપક મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ ડોકટરોની એક ટીમ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહી છે. ઘણા લોકો 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાનું કહેવાય છે. હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હાલમાં બર્ન વોર્ડમાં 35 લોકો છે. ડોક્ટરોએ કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે વધુ એક ICU વોર્ડ ઉભો કર્યો છે.

પૂર્વ સીએમ અશોક ગેહલોતે કર્યુ ટ્વિટ

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું, ‘જયપુર-અજમેર નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ અને કેમિકલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હું તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.


જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર સોનીએ પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે સળગતી ટ્રકમાં બે લોકોના મૃતદેહો જોયા હતા.

આ પણ વાંચોઃ ભારતીયોના રોકાણથી અમેરિકામાં રોજગારી મળે છે, ટ્રમ્પના નિવેદન બાદ USAના રાજદૂતનું નિવેદન

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button