Lookback 2024ટ્રેન્ડિંગનેશનલવિશેષ

Lookback 2024: ચૂંટણીના રાજકારણમાં સતત 11મા વર્ષે ભાજપે દબદબો જાળવી રાખ્યો

Lookback 2024: ચૂંટણીના રાજકારણમાં આ સતત 11મું વર્ષ છે જ્યારે ભાજપે તેના મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસ ઉપર દબદબો જાળવી રાખ્યો છે. 2014થી શરૂ થયેલો આ ટ્રેન્ડ 2024માં પણ યથાવત્ રહ્યો. ડિસેમ્બર મહિનો અને તેની સાથે વર્ષ 2024 પૂરા થવાના આરે છે. તેવામાં આ વર્ષ 2024માં દેશમાં ઘણી રાજકીય ઘટનાઓ બની જેણે ભારતીય રાજકારણ વિશે નવેસરથી વિચારવા કથિત રાજકીય પંડિતોને ફરજ પાડી. આ વર્ષે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ યોજાઈ હતી. આ ઉપરાંત અનેક રાજ્યોમાં મોટાપાયે રાજકીય ઉથલપાથલ પણ સામે આવી હતી. ત્યારે આવો આ 2024ની કેટલીક સૌથી મોટી રાજકીય ઘટનાઓ વિશે જણાવીએ.

બિહારમાં CM નીતિશ કુમારે INDI ગઠબંધન સાથે છેડો ફાડ્યો

વર્ષ 2024ની શરૂઆતમાં જ દેશના બીજા સૌથી મોટા હિન્દીભાષી રાજ્ય બિહારમાં મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું હતું. દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષ INDI ગઠબંધનનો પાયો નાખનાર બિહારના CM નીતિશ કુમારે ફરી એક વાર પલટી મારી હતી. જાન્યુઆરી મહિનામાં ચર્ચાઓ વચ્ચે તેઓ ફરી એકવાર NDAમાં પરત ફર્યા અને નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં પણ સફળ રહ્યા હતા. CM નીતિશ કુમારના કારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થયો હતો.

દેશમાં આ વર્ષે 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ સામાન્ય ચૂંટણીઓ કાળઝાળ ગરમી વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી. આ સામાન્ય ચૂંટણીમાં NDA vs INDI ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળી હતી. NDAએ ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી 400 પાર કરવાના નારા સાથે મેદાનમાં ઉતર્યું હતું પણ ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. તે પોતાના દમ પર સરકાર ન બનાવી શકી. NDAને માત્ર 293 સીટો મળી શકી હતી. બીજી તરફ INDI એલાયન્સ 201 સીટો મેળવવામાં સફળ રહી હતી. કોંગ્રેસ 99 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યાં અન્ય પક્ષોને 33 બેઠકો મળી હતી, ત્યાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની હતી.

ઓડિશામાં લોકસભાની ચૂંટણી સાથે યોજાયું હતું મતદાન

આ વર્ષે 2024માં સૌથી આશ્ચર્યજનક ચૂંટણી પરિણામો દક્ષિણ સ્ટેટ ઓડિશાના હતા. લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. 147 બેઠકો ધરાવતી ઓડિશા વિધાનસભામાં BJPને 78 બેઠકો મળી છે. આ સાથે પાર્ટીએ નવીન પટનાયક અને તેમની પાર્ટીની સરકારને તોડી પાડી હતી. જેઓ 24 વર્ષથી ઓડિશાના CM હતા. ભાજપે ત્યાં મોહન ચરણ માઝીને મુખ્યપ્રધાન બનાવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષે યોજાઈ વિધાનસભા ચૂંટણી

આ વર્ષ 2024ની ચૂંટણી પર નજર કરીએ તો જમ્મુ-કાશ્મીર માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જમ્મુ-કાશ્મીરમાં એક દશક બાદ વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કલમ 370 હટાવ્યા બાદ અને 35A રદ થયા પછી અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. ઉંમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન આ ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું. જો કે, જમ્મુ ક્ષેત્રમાં ભાજપનું પ્રદર્શન સારું હતું પરંતુ કાશ્મીરમાં હજુ રાહ જોવી પડશે. આ ચૂંટણી અંગત રીતે કોંગ્રેસ માટે પ્રદર્શનની દૃષ્ટિએ ઘણી નબળી રહી હતી. ચૂંટણી પરિણામો બાદ નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસનો ટેકો લીધા વિના સરકાર બનાવી અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

આ પણ વાંચો :- Look Back 2024: ભારતના પર્સન ઑફ ધ યર કોણ ગણાય? લોકપ્રિયતાની ટોચ પર કોણ?

આ પણ વાંચોઃ Look Back 2024: કારોં કા “કાર”નામા, સૌથી વધુ દોડી આ ગાડીઓ, ઈ-વેહિકલ પણ રેસમાં આગળ

ઝડપી અને વિશ્વસનીય સમાચારો મેળવવા માટે અત્યારે જ અમારા વૉટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/KpgIYqu84ka51JjZZC4ZK4

વિદાય લઈ રહેલા વર્ષ 2024માં તમામ ક્ષેત્રે બનેલા મહત્ત્વના સમાચારો જાણવા અહીં ક્લિક કરો >>> https://www.humdekhenge.in/lookback-2024/

હરિયાણાની ચૂંટણીમાં ભાજપની વાપસી, કોંગ્રેસને નડી જલેબીની ફેક્ટરી

ભાજપે હરિયાણામાં મતદાન પછી આવતા જીતના અનુમાનની તમામ અટકળોને ફગાવતા જંગી જીત મેળવી હતી. હરિયાણાને લઈને અટકળોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોંગ્રેસ અહીં મજબૂત સ્થિતિમાં છે. પરંતુ એ જ સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેક્ટરી નાખવાની વાત કરી અને આખા દેશમાં એ મજાકનો વિષય બની ગયો. અલબત્ત, આ જલેબીકાંડ કોઈ કોંગ્રેસની હારનું કારણ નથી પરંતુ ભાજપની વ્યૂહરચનાની જીત થઈ હતી જેને કોઈ મીડિયા કે કથિત રાજકીય પંડિતો સમજી શક્યા નહોતા. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને CM બનાવ્યા હતા, જેનો ફાયદો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને થયો હતો. પાર્ટી સરકાર વિરોધી લહેરને કાબૂમાં લેવામાં સફળ રહી હતી. અહીં ભાજપે 90 માંથી 48 વિધાનસભા સીટો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસ 37 બેઠકો પર સીમિત રહી ગઈ હતી. નાયબ સિંહ સૈની ફરી એકવાર રાજ્યના CM બન્યા હતા.

ચર્ચાસ્પદ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપને ડંકો વાગ્યો

આ વર્ષે બધાની નજર દેશની આર્થિક રાજધાની ગણાતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર પણ હતી. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન એનડીએને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પણ અનેક અટકળો થઈ રહી હતી.

અહીં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રાજ્યમાં મહા વિકાસ અઘાડીની પકડ મજબૂત થઈ ગઈ છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને ભારે બહુમતી મળી હતી. માત્ર ભાજપ જ નહીં પરંતુ એકનાથ શિંદે અને અજિત પવારની પાર્ટીઓને પણ ફાયદો થયો હતો. રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બની હતી. જેનું નેતૃત્વ આ વખતે ભાજપના દેવેન્દ્ર ફડનવીસ કરી રહ્યા છે.

ઝારખંડ ચૂંટણીમાં ભાજપની વાપસી ન થઈ શકી

વર્ષ 2024માં યોજાયેલી ઝારખંડની ચૂંટણી INDIA ગઠબંધન માટે સારી રહી હતી. હેમંત સોરેનના નેતૃત્વમાં ઝારખંડમાં INDIA ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝારખંડ માટે સારી વાત એ છે કે આ વખતે ચૂંટણી માત્ર બે તબક્કામાં યોજાઈ હતી. જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનને 56 બેઠકો મળી હતી જ્યારે એનડીએ માત્ર 24 બેઠકો જીતી શકી હતી. હેમંત સોરેન ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

આ પણ વાંચો :- Look Back 2024: ભારતના પર્સન ઑફ ધ યર કોણ ગણાય? લોકપ્રિયતાની ટોચ પર કોણ?

આ પણ વાંચોઃ Look Back 2024: કારોં કા “કાર”નામા, સૌથી વધુ દોડી આ ગાડીઓ, ઈ-વેહિકલ પણ રેસમાં આગળ

ઝડપી અને વિશ્વસનીય સમાચારો મેળવવા માટે અત્યારે જ અમારા વૉટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/KpgIYqu84ka51JjZZC4ZK4

વિદાય લઈ રહેલા વર્ષ 2024માં તમામ ક્ષેત્રે બનેલા મહત્ત્વના સમાચારો જાણવા અહીં ક્લિક કરો >>> https://www.humdekhenge.in/lookback-2024/

Back to top button