ટ્રેન્ડિંગનેશનલમનોરંજનસાયન્સ એન્ડ ટેકનોલોજી

વિરાટ કોહલીની ઊંચાઈ કેટલી? નરેન્દ્ર મોદીની ઉંમર કેટલી? મેચનો સ્કોર શું થયો? – Alexaને લોકોએ કરેલા બીજા રમૂજી પ્રશ્નો વિશે જાણો

  • વિશ્વભરના લાખો લોકો દ્વારા લોકપ્રિય વૉઇસ આસિસ્ટન્ટ ડિવાઇસ એલેક્સાનો ઉપયોગ કરવામાં આવે છે

HD ન્યૂઝ ડેસ્ક, 19 ડિસેમ્બર: એમેઝોનનું લોકપ્રિય વૉઇસ આસિસ્ટન્ટ ડિવાઇસ એલેક્સા(Alexa) વિશ્વભરના લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. યુઝર્સ ઘણી રીતે એલેક્સાનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો મનોરંજન માટે તેનો ઉપયોગ કરે છે જ્યારે અન્ય લોકો શિક્ષણ, અંગત જીવન, વાનગીઓ અથવા રોજિંદા જીવન સાથે સંબંધિત વસ્તુઓ જાણવા માટે પ્રશ્નો પૂછે છે. એલેક્સા યુઝર્સના પ્રશ્નોના જવાબો ખૂબ જ સારી રીતે આપે છે. હવે જ્યારે વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે, એમેઝોને આ વર્ષે એલેક્સાને ભારતીયો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નોની યાદી બહાર પાડી છે. આ વર્ષે, લોકોએ એલેક્સાને સેલિબ્રિટીઓની ઉંમર, ઊંચાઈ અને નેટવર્થ જેવા ઘણા પ્રશ્નો પૂછ્યા છે.

એલેક્સાને સૌથી વધુ આ પ્રશ્નો  પૂછવામાં આવ્યા

  • વર્ષ 2024માં ક્રિકેટ પર આ સૌથી વધુ પૂછાતા પ્રશ્નો હતા
  1. “એલેક્સા, વેન ડઝ ધ ક્રિકેટ મેચ સ્ટાર્ટ?”
  2. “એલેક્સા, વોટ ઈઝ ધ ક્રિકેટ સ્કોર?
  3. “એલેક્સા, ભારતની મેચ ક્યારે છે?”
  4. “એલેક્સા, વોટ ઈઝ ધ ઈન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા સ્કોર?”
  5. “એલેક્સા, વોટ ઈઝ ધ ઈન્ડિયા વર્સિસ ઈંગ્લેન્ડ સ્કોર?”
  6. “એલેક્સા, વેન ઈઝ ધ નેક્સ્ટ ક્રિકેટ મેચ?”
  • એલેક્સા પાસેથી આ સેલેબ્સની ઊંચાઈ પૂછવામાં આવી

  1. વિરાટ કોહલી
  2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
  3. લિયોનેલ મેસ્સી
  4. શાહરૂખ ખાન
  5. અમિતાભ બચ્ચન
  6. કૃતિ સેનન
  7. દીપિકા પાદુકોણ
  8. ઋતિક રોશન
  • આ સેલેબ્સની ઉંમર પર પૂછવામાં આવેલા પ્રશ્ન

  1. નરેન્દ્ર મોદી
  2. વિરાટ કોહલી
  3. શાહરૂખ ખાન
  4. અમિતાભ બચ્ચન
  5. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
  6. સલમાન ખાન
  7. MS ધોની
  8. રોહિત શર્મા
  9. ઋતિક રોશન
  10. ટેલર સ્વિફ્ટ

આ સેલેબ્સની નેટવર્થ અંગેના પ્રશ્નો

આ વર્ષે, લોકોએ ઘણા સેલેબ્સની નેટવર્થ જાણવા માટે એલેક્સાને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા. સેલેબ્સ જેમની નેટવર્થ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા તેમાં મુકેશ અંબાણી, મિસ્ટર બીસ્ટ, ઈલોન મસ્ક, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, શાહરૂખ ખાન, જેફ બેઝોસ, લિયોનેલ મેસી, વિરાટ કોહલી, રતન ટાટા, બિલ ગેટ્સ, હાર્દિક પંડ્યા, સલમાન ખાન, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, ઋતિક રોશન, દીપિકા પાદુકોણ અને MS ધોનીના નામ સામેલ છે

આ પ્રશ્નો પણ એલેક્સાને પૂછવામાં આવ્યા હતાYear Ender 2024

વૉઇસ આસિસ્ટન્ટ ડિવાઇસનો ઉપયોગ કરનારા યુઝર્સે એલેક્સાને ઘણા રમુજી પ્રશ્નો પણ પૂછ્યા હતા. ભારતીયો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોમાં “એલેક્સા, તમે શું કરી રહ્યા છો?”, “એલેક્સા, શું તમે હસી શકો છો?” અને “એલેક્સા, તમારું નામ શું છે?” જેવા વિચિત્ર પ્રશ્નો પણ સામેલ હતા.

આ પણ જૂઓ: રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા અદાણી ગ્રુપે શરૂ કર્યું કેમ્પેઈન, ગૌતમ અદાણીએ શેર કર્યો વીડિયો

Back to top button