અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મનેશનલમહાકુંભ 2025

સનાતનની શરણમાં જ દોસ્ત બની ગઈ રશિયા અને યુક્રેનની મહિલા સંત, જાણો કેટલા વર્ષથી સાથે

  • મહાકુંભ-2025માં જૂના અખાડાના સાધુ-સંતોનો વાજતે-ગાજતે પ્રયાગરાજમાં પ્રવેશ થઈ ચૂક્યો છે, પરંતુ તેમાં રશિયા અને યુક્રેનની મહિલા સંતોની જોડી કમાલ કરી રહી છે

HD ન્યુઝ ડેસ્કઃ મહાકુંભ-2025નો પ્રારંભ જુના અખાડાના ઉદ્ઘાટન સાથે થઈ ચૂક્યો છે. તેર અખાડાઓમાંથી સૌથી મોટા જુના અખાડાના સાધુ સંતો ધૂમધામ સાથે પ્રયાગરાજ શહેરમાં પ્રવેશી ચૂક્યા છે. આ અખાડામાં લાખો નાગા સાધુ અને મહામંડલેશ્વર સંન્યાસી છે. તેમાં પાંચથી છ લાખ નાગા સાધુ છે. આ અખાડાના સાધુઓમાં પુરુષો, સ્ત્રીઓ અને કિન્નરોનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેમાં રશિયા અને યુક્રેનની મહિલા સંતોની જોડી કમાલ કરી રહી છે. આ બંને મહિલા સંતોને હિન્દી ભાષા પણ આવડતી નથી.

સનાતનની શરણમાં આવીને દોસ્ત બની રશિયા અને યુક્રેનની મહિલા સંત, જાણો આટલા વર્ષથી સાથે hum dekhenge news

મહાકુંભમાં રશિયાની સાશા અને યુક્રેનની સંત અંટાસિયા સનાતન ધર્મનો પ્રચાર કરી રહી છે. જુના અખાડા સાથે સંકળાયેલા રશિયન સંતને અંગ્રેજી કે હિન્દી આવડતું નથી, પરંતુ આ મહિલા સંતની ભાષાનો યુક્રેનિયન સંત અંગ્રેજીમાં અનુવાદ કરે છે. સાથે લોકોની વાતને સાસા સુધી રશિયન ભાષામાં પહોંચાડે છે. સાસાને લોકોનો સંદેશો પણ આપ્યો હતો. તેણે કહ્યું તે સાશી 25 વર્ષની ઉંમરમાં જ ધર્મથી પ્રભાવિત થઈને અહીં જોડાઈ ગઈ હતી. 2013ના મહાકુંભમાં સાશા અને અંટાસિયા મિત્રો બન્યા હતા. જો કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ તેમની મિત્રતા પર તેની કોઈ અસર થઈ નથી.

અંટાસિયા અને સાશાની દોસ્તી

સંત અંટાસિયાએ જણાવ્યું કે શાશા છેલ્લા 25 વર્ષથી સનાતન ધર્મ સાથે જોડાયેલી છે. તેણે કહ્યું કે સાશાને અંગ્રેજી કે હિન્દી આવડતું નથી. લોકો જે કહે છે તેનો હું રશિયનમાં અનુવાદ કરું છું અને પછી સાશાના જવાબોને અંગ્રેજીમાં લોકો સુધી પહોંચાડું છું. ખાસ વાત એ છે કે સાશાને હિંદુ ધર્મ ખૂબ જ પસંદ છે અને તેના ધાર્મિક ઝુકાવને ધ્યાનમાં રાખીને અમે જુના અખાડામાં જોડાવાનું નક્કી કર્યું હતું.

સનાતનની શરણમાં આવીને દોસ્ત બની રશિયા અને યુક્રેનની મહિલા સંત, જાણો આટલા વર્ષથી સાથે hum dekhenge news

ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે રશિયા-યુક્રેન યુદ્ધ

છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આમ છતાં રશિયાની સાશા અને યુક્રેનની સંત અંટાસિયાની જોડી મહાકુંભમાં આવીને લોકોને શાંતિનો સંદેશ આપી રહી છે. બંને મહિલા સંતો ભારતના વિચારો અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત છે. ખાસ કરીને હિન્દુ ધર્મની શાંતિ અને અહિંસા. આ સિવાય જાપાનના સંતો પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને મહાકુંભ 2025માં જુના અખાડામાં જોડાયા છે.

આ પણ વાંચોઃ મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા

આ પણ વાંચોઃ મહાકુંભમાં સ્નાન માટે આ 14 દિવસ છે સૌથી ખાસ, ડૂબકીથી મળશે મહાપુણ્ય

Back to top button