ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘રાહુલ ગાંધીએ માર્યો ધક્કો’ સંસદ પરિસરમાં BJP સાંસદ ઘાયલ, વિપક્ષ નેતાની સ્પષ્ટતા

Text To Speech
  • ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: સંસદ પરિસરમાં આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. BJP સાંસદ સારંગીએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, જેનાથી તેઓ ઘાયલ થઈ ગયા. સારંગીએ કહ્યું કે, હું સીડી પર ઉભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા, જેના કારણે હું પડી ગયો અને ઘાયલ થઈ ગયા. હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પણ દાખલ કરી શકે છે. પ્રતાપ સારંગીના આરોપો બાદ વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બધું કેમેરામાં કેદ છે. હું ભવનમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ભાજપના સાંસદોએ મને ધક્કો માર્યો અને ધમકાવ્યો.  ઘટનાસ્થળે ધક્કા-મુક્કી થવા લાગી અને લોકો પડી ગયા.

મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો માર્યો: વિપક્ષ નેતા

રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર તેમને એન્ટ્રી ગેટ પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, તેઓ મને ધક્કા મારતા હતા અને ધમકાવતા હતા. અમે સીડી પર ઉભા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો માર્યો. જો કે, ધક્કા-મુક્કીથી આપણને કંઈ થતું નથી. ભાજપના સાંસદો અમને સંસદમાં જતા રોકી શકતા નથી.

રાહુલ ગાંધીએ ધક્કો માર્યો: BJP સાંસદ

BJP સાંસદ પ્રતાપ સારંગીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ આવીને મારા પર પડ્યા, જેના કારણે મને માથામાં ઈજા થઈ.” ભાજપના નેતાઓ તેમને હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતા અને તેમની ખબર પૂછી હતી.

આ પણ જૂઓ: સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોની રેલી, અમિત શાહના રાજીનામાની માંગ કરી

Back to top button